ઇન્ટરનેશનલવેપાર

આ દેશો એક રૂપિયો ટેક્સ નથી લેતા, તો ય તેમની અર્થવ્યવસ્થા ચાલે છે

દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થઇ ગયું છે. બજેટમાં જે જાહેરાતો પર દેશની જનતાની નજર સૌથી વધુ કેન્દ્રિત હોય છએ તે હોય છએ કરવેરાના લાભો. કોઈપણ દેશની આવકનો મુખ્ય સ્ત્રોત આવકવેરો છે. જો આપણે માત્ર ભારતની વાત કરીએ તો અહીં લોકોની આવકના હિસાબે આવકવેરો લાગુ કરવામાં આવે છે. એટલે કે, જેઓ ઓછી કમાણી કરે છે તેમણે ઓછો ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે વધુ કમાતા લોકોએ વધુ ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં લોકો પાસેથી ઈન્કમ ટેક્સ લેવામાં આવતો નથી. આવો આપણે એવા દેશો વિશે જાણીએ.

UAE (યુનાઇટેડ આરબ અમિરાત):
દુનિયાના ડાયરેક્ટ ટેક્સ ફ્રી અર્થતંત્ર ધરાવતા દેશો પર નજર કરીએ તો UAEનું નામ સૌથી પહેલા આવે છે. આ દેશમાં લોકો પાસેથી કોઈપણ પ્રકારનો વ્યક્તિગત ટેક્સ લેવામાં આવતો નથી. તેના બદલે, સરકાર VAT (વેલ્યુ એ઼ડેડ ટેક્સ) અને અન્ય ટેક્સ જેવા પરોક્ષ કર પર આધાર રાખે છે. તેલના ભંડાર અને પર્યટનને કારણે UAEની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. આ કારણોસર UAEમાં લોકોને આવકવેરામાં રાહત આપવામાં આવી છે.

બહેરીન
આ દેશનું નામ પણ ટેક્સ ફ્રી દેશોની યાદીમાં સામેલ છે અને આ દેશમાં પણ જનતા પાસેથી કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. દુબઈની જેમ, દેશની સરકાર પણ મુખ્યત્વે પ્રત્યક્ષ કરને બદલે પરોક્ષ કર અને અન્ય ફરજો પર નિર્ભર છે. એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિ દેશના નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થાય છે અને તે અર્થતંત્રને પણ વેગ આપે છે.

બહામાસઃ
આ દેશને પ્રવાસીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે. આ દેશતે પશ્ચિમી ગોળાર્ધમાં આવેલો છે. આ દેશની ખાસ વાત એ છે કે અહીં રહેતા નાગરિકોને ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી.

સાઉદી અરેબિયાઃ
સાઉદી અરેબિયાએ પણ તેના લોકોને ઇન્કમ ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્ત રાખ્યા છે. દેશમાં ડાયરેક્ટ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. મતલબ કે આ દેશમાં પણ લોકોએ તેમની આવકનો એક ભાગ પણ ટેક્સ તરીકે ખર્ચવો પડતો નથી. જો કે, આ દેશમાં ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ ઘણી પણ મજબૂત છે અને તેમાંથી મળતા નાણાંથી અર્થતંત્રને વેગ મળે છે અને આ દેશની ગણના સમૃદ્ધ અર્થતંત્રોમાં પણ થાય છે.

કુવૈત
કુવૈત પણ કરમુક્ત દેશોની યાદીમાં સામેલ છે. અહીં કોઈ વ્યક્તિગત આવકવેરો નથી. દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તેલની આવક પર આધારિત છે. લોકો પાસેથી ટેક્સ તરીકે એક પણ રૂપિયો વસૂલ્યા વિના દેશની અર્થવ્યવસ્થા ચાલે છે. કુવૈતની અર્થવ્યવસ્થાનો સૌથી મોટો હિસ્સો તેલની નિકાસથી આવે છે, જેના કારણે સરકારને ડાયરેક્ટ ટેક્સ લેવાની જરૂર નથી. કરમુક્ત દેશ હોવા છતાં, કુવૈત એક સમૃદ્ધ અર્થતંત્ર છે.

આ બધા દેશો ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત ઇસ્લામિક રાષ્ટ્ર બ્રુનેઇમાં પણ લોકોને ઇન્કમ ટેક્સ ચુકવવો પડતો નથી. આ ઉપરાંત ઉત્તર અમેરિકા ખંડના કેરેબિયન પ્રદેશમાં આવેલા કેમેન ટાપુઓ પણ પ્રવાસીઓ માટે પણ આ એક આકર્ષક સ્થળ છે અને ઘણા લોકો અહીં રજાઓ ગાળવા આવે છે. આ ટાપુઓની વસતી માંડ 60,000 છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દેશમાં કોઈએ ઈન્કમટેક્સ ભરવો પડતો નથી. ગલ્ફ દેશ ઓમાન પણ આ યાદીમાં સામેલ છે, જેમને આવકવેરો ચૂકવવો પડતો નથી. કતારની પણ આવી જ સ્થિતિ છે.

કતાર તેના તેલ ક્ષેત્રમાં પણ ખૂબ જ મજબૂત છે. આ દેશ ભલે નાનો છે પરંતુ અહીં રહેતા લોકો ખૂબ જ અમીર છે. અહીં પણ આવકવેરો લેવામાં આવતો નથી. આ ઉપરાંત મોનાકોમાં પણ આવકવેરો નથી. મોનાકો યુરોપનો ખૂબ નાનો દેશ છે. દેશ પર્યટન પર નિર્ભર છે અને અહીંના નાગરિકો પાસેથી ક્યારેય આવકવેરો વસૂલવામાં આવતો નથી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button