ભારત-શ્રીલંકા જંગ પહેલાં જ સંકટ, આ ખેલાડી અચાનક થયો સિરીઝની બહાર
શ્રીલંકાના સિલેક્ટર્સે હજી તો મંગળવારે ટીમ જાહેર કરી અને બુધવારે ચમીરા ઈજાને કારણે સિરીઝની બહાર થઈ ગયો.
ચમીરા દુષ્મન્થા તાજેતરમાં જ પૂરી થયેલી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)માં રમ્યો હતો જેમાં તેણે ચાર મૅચમાં છ વિકેટ લીધી હતી. તે એલપીએલ દરમ્યાન ઈજાગ્રસ્ત થયો કે એ પછીની પ્રૅક્ટિસમાં એ વિશે કંઈ બહાર નથી આવ્યું.શ્રીલંકાની ભારત સામેની સિરીઝ માટે જે ટીમ જાહેર થઈ છે એમાં અનુભવીઓ અને યુવા ખેલાડીઓનું સારું સંતુલન છે એટલે ભારતીય ટીમને ટક્કર આપી શકશે, પરંતુ ટીમમાંથી ચમીરા દુષ્મન્થાની બાદબાકી થઈ જવાથી શ્રીલંકન ટીમે પ્લાનમાં ફેરફાર તો કરવો જ પડશે.
શ્રીલંકાની ટીમ આ મુજબ છે: ચરિથ અસલંકા (કૅપ્ટન), પથુમ નિસાંકા, કુસાલ પરેરા, અવિષ્કા ફર્નાન્ડો, કુસાલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, કામિન્ડુ મેન્ડિસ, દાસુન શનાકા, વનિન્દુ હસરંગા દુનિથ વેલલાગે, માહીશ થીકશાના, ચામિન્ડુ વિક્રમાસિંઘે, મથીશા પથિરાના, નુવાન થુશારા અને બિનુરા ફર્નાન્ડો.