નેશનલ

આ રાજ્યની સરકારે SC-ST માટે ફાળવવામાં આવેલું ફંડ ગાયો પાછળ ખર્ચી નાખ્યું

ભોપાલ: એક અખબારી આહેવાલમાં મધ્ય પ્રદેશની રાજ્ય સરકાર(Madhya Pradesh Government) પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એવાલમાં જણાવવામાં આવ્યું કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના કલ્યાણ માટેની કેટલીક સેન્ટ્રલી ફંડેડ પેટા-યોજનાનું ભંડોળ, મધ્યપ્રદેશ સરકારે આ વર્ષે ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો વિકસાવવા અને ગાય સંવર્ધન માટે ડાયવર્ટ કરી દીધું છે.

અખબારી અહેવાલ મુજબ રાજ્યના નાણા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અપવાદરૂપ છે, પરંતુ હકીકત એ છે કે એસસી અને એસટી સમુદાયના લોકોને પણ ખર્ચનો લાભ મળશે. રાજ્યના નાણા પ્રધાને ફંડ અન્ય જગ્યાએ વાપરવા અંગેના અહેવાલ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

અહેવાલ મુજબ, ગૌ કલ્યાણ માટેના ₹252 કરોડમાંથી, ₹95.76 કરોડ SC/ST પેટા-યોજનાના ફંડમાંથી ફાળવવામાં આવ્યા છે. ગાય કલ્યાણ ફંડ ગયા વર્ષથી આશરે ₹90 કરોડ વધ્યું છે.

આ પણ વાંચો :Good News: મધ્ય પ્રદેશની સરકારે કાને ધરી જનતાની વાત ને રદ કર્યો આ મહત્વનો પ્રોજેક્ટ

છ ધાર્મિક સ્થળોના પુનઃવિકાસ માટે, વર્તમાન નાણાકીય વર્ષો માટે ફાળવવામાં આવેલા નાણાંનો લગભગ અડધો ભાગ SC/ST પેટા-યોજનામાંથી લેવામાં આવ્યો છે. જુલાઈમાં રજૂ કરાયેલા બજેટમાં સરકારે સિહોરમાં શ્રી દેવી મહાલોક, સલ્કનપુર, સંત શ્રી રવિદાસ મહાલોક, સાગર, શ્રી રામ રાજા મહાલોક ઓરછા, શ્રી રામચંદ્ર વનવાસી-મહાલોક, ચિત્રકુટ અને ગ્વાલિયરમાં અટલ બિહારી વાજપેયીના સ્મારક માટે ₹109 કરોડની જાહેરાત કરી હતી.

SC/ST પેટા-યોજનામાંથી ભંડોળ અન્ય યોજનાઓ માટે ડાયવર્ટ કરનાર કર્ણાટક પછી મધ્યપ્રદેશ બીજું રાજ્ય છે. કર્ણાટકએ પેટા-યોજનામાંથી ₹14,000 કરોડ અન્ય ઉપયોગ માટે વાપરવાનો નિર્ણય કર્યો હતો, જેના પગલે અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગે રાજ્યના મુખ્ય સચિવને ખુલાસો માંગતી કારણ બતાવો નોટિસ પાઠવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button