નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બુધવારના રોજ રાજ્યસભામાં લેખિતમાં જવાબમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સમાં કોન્સ્ટેબલ / રાઈફલમેનના પદો પર નિમણૂંકોમાં અગ્નિવીરને 10 ટકા અનામત આપવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય મંત્રીએ એવી પણ માહિતી આપી છે કે અગ્નીવીરોની વયમર્યાદા અને ફિઝિકલ ટેસ્ટમાથી છૂટછાટ આપવામાં આવી છે.
અગ્નિવીર યોજના અંતર્ગત ભારતીય સેના, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી કરવામાં આવે છે. આ સશસ્ત્ર દળોમાં નિમણૂકની એક નવી કેટેગરી છે. આ અંતર્ગત 75 ટકા અગ્નિવીર ભરતી થયા બાદ ચાર વર્ષની સેવા પછી કોઈપણ પેન્શન લાભ વિના નિવૃત્ત થઈ જાય છે, જ્યારે બાકીના 25 ટકા અગ્નિવીરોને કાયમી સૈનિકો તરીકે સેનામાં સામેલ કરવામાં આવે છે. આ કારણના લીધે જ હવે સરકારે 75 ટકા અગ્નિવીરો માટે પણ રોજગારની વ્યવસ્થા કરી છે.
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે પણ CAPF અને આસામ રાઈફલ્સમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “સીએપીએફ અને આસામ રાઈફલ્સમાં 1 જુલાઈ, 2024 સુધી 84,106 જગ્યાઓ ખાલી પડેલી છે, બંનેમાં કુલ 10,45,751 પોસ્ટની મહેકમ છે.” તેમણે કહ્યું, “એપ્રિલ 2023થી લઈને ફેબ્રુઆરી 2024 સુધીમાં 67,345 લોકોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત 64,091 ખાલી જગ્યાઓને સૂચિત કરવામાં આવી છે અને આ જગ્યાઓ પરની ભરતીના જુદા જુદા તબક્કામાં છે. જો કે બળોની કદની તુલનામાં ખલાઈ પડેલા પદોની સંખ્યા જોતાં ઓવરટાઇમનો પ્રશ્ન જ ઊભો નથી થતો.
અગ્નિવીરોને લઈને સરકારે શું કહ્યું?
અગ્નિવીરોને લઈને સંસદમાં થઈ રહેલા હોબાળા વચ્ચે, ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું, “કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલ/રાઈફલમેનની પોસ્ટ પર ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીર માટે ખાલી જગ્યાઓમાંથી 10% અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ઉપરાંત, આસામ રાઈફલ્સ માટે મહત્તમ વય મર્યાદામાં છૂટ અને શારીરિક કસોટીમાંથી મુક્તિની જોગવાઈ પણ કરવામાં આવી છે.
Also Read –