Gujarat ના બોરસદમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો, વડોદરામાં ધોધમાર વરસાદ, ટ્રેન સેવાને પણ અસર
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ચોમાસાની શરૂઆતની સાથે જ અનેક જિલ્લાઓમાં મેધમહર થઈ છે. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. જ્યારે આજે વહેલી સવારથી મેધરાજાએ મધ્ય ગુજરાતમાં મહેર વરસાવી છે. જેમાં આજે વહેલી સવારથી જ વડોદરા, ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં ચાર કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના લીધે જનજીવનને વ્યાપક અસર થઈ છે અને જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. તેમજ ભારે વરસાદના પગલે આણંદમાં પાણી ભરાયા છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ
વડોદરામાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફૂટ પર પહોંચી છે. નદીની સપાટી વધતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે.
વડોદરામાં 11 ટ્રેન લેટ થઈ છે અને બે ટ્રેન રદ
આ ઉપરાંત વડોદરા અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદના પગલે મુંબઈ – દિલ્હી રેલવે સેવાને ભારે અસર થઈ છે. જેના પગલે વડોદરામાં 11 ટ્રેન લેટ થઈ છે અને બે ટ્રેન રદ થઈ છે. વડોદરા ડિવિઝનના ગોથાંગમ અને સાયાન વચ્ચેના બ્રિજ નંબર 471 ના ગર્ડર બોટમ સુધી પાણી વધવાને કારણે આ ટ્રેનોનું નિયમન કરવામાં આવ્યું છે:
ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ મધ્ય ગુજરાત SF એક્સ્પ.
ટ્રેન નંબર 16311 શ્રી ગંગાનગર – કોચુવેલી એક્સપ્રેસ
ટ્રેન નંબર 22916 હિસાર – બાંદ્રા ટર્મિનસ એસએફ એક્સ્પ.
ટ્રેન નંબર 09080 વડોદરા – ભરૂચ MEMU Spl
ટ્રેન નંબર 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સ્પ્રેસ
ટ્રેન નંબર 22210 નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સ્પ
ટ્રેન નંબર 16588 બિકાનેર – યશવંતપુર એક્સ્પ
ટ્રેન નંબર 07054 લાલગઢ – કાચેગુડા Spl
ટ્રેન નંબર 20920 એકતા નગર – MGR ચેન્નાઈ સેન્ટ્રલ SF એક્સ્પ.
ટ્રેન નંબર 22717 રાજકોટ – સિકંદરાબાદ SF એક્સ્પ.
નવસારી અને ભરૂચમાં ભારે વરસાદ
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી અને ભરૂચમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સૌરાષ્ટ્રના અમરેલીના બગસરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બગસરા પંથકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી થઇ રહી છે. બગસરા અમરેલી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ભરૂચના ઝઘડિયામાં ધમસમતા પાણીમાં કર્મચારી ફસાયો હતો. GIDCમાંથી આવતો કર્મચારી બાઈક સાથે ફસાયો હતો. જ્યારે બે કલાકની જહેમત બાદ કર્મચારીનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.
Also Read –