મનોરંજન

KGF 3માં તમે મિસ કરશો તમારા આ ફેવરીટ સ્ટારને, નિર્માતા કંઈક અલગ વિચારી રહ્યા છે

KGFની બે સિરિઝએ આખા દેશમાં ધૂમ મચાવી હતી અને સાથે વિદેશમાં પણ સારી કમાણી કરી હતી. આ ફિલ્મનો હીરો યશ રાતોરાત સાઉથની સાથે સાથે બોલીવૂડનો પણ સુપરસ્ટાર થઈ ગયો હતો અને બોલીવૂડના રસિયાઓનો તે ફેવરીટ સ્ટાર બની ગયો હતો. હવે નિર્માતા ફિલ્મની ત્રીજી સિરિઝ બનાવવા જઈ રહ્યા છે, પરંતુ તેમાં યશ ન હોવાની ખબર બહાર આવી છે. નિર્માતા પ્રશાંત નીલ કેજીએફ 3 લઈને આવી રહ્યા છે. આ માટે તેમણે યશ નહીં પણ સાઉથના બીજા સુપરસ્ટાર થાલા અજીત કુમાર સાથે હાથ મિલાવ્યાનું જાણવા મળ્યું છે.

સાઉથનો સુપરસ્ટાર અભિનેતા થાલા અજીથ કુમાર તેની સ્પોર્ટ્સ બાઇક અને અભિનયને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનયની સાથે તેને રેસિંગનો પણ ઘણો શોખ છે. ચાહકો તેની ફિલ્મોના દિવાના છે. જ્યારે પણ તેની કોઈ પણ ફિલ્મ આવે છે ત્યારે તે સિનેમાઘરોમાં ધમાલ મચાવે છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અજીત કુમાર હાલમાં જ ડિરેક્ટર પ્રશાંત નીલને મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની મુલાકાત ત્યારે થઈ જ્યારે અજીત કુમારે તેમની નવી ફિલ્મ વિદા મુયાર્ચીના શૂટિંગમાંથી થોડા દિવસો માટે બ્રેક લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અજીત અને પ્રશાંતની પહેલી ફિલ્મ એક્શન ડ્રામા હોઈ શકે છે. આ સાથે અજીત અને પ્રશાંત નીલની બીજી ફિલ્મ ખૂબ જ ખાસ હોવાનું કહેવાય છે.

રિપોર્ટ્સનું માનીએ તો ડિરેક્ટર અજીતને KGFના ત્રીજા ભાગ માટે પણ કન્સીડર કરી રહ્યો છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી ,પણ યશનું પત્તુ કટ થવાની પૂરી શક્યતા છે. હવે ફિલ્મમાં અજિતનો કોઈ ખાસ અલગ રોલ હશે કે તે યશની જગ્યાએ છે તે વિશે જ્યાં સુધી નિર્માતા કહે નહીં ત્યાં સુધી આપણે તો અટકળો જ લગાવવાની.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button