ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

Kathamadu Plane crash: પ્લેન ક્રેશમાં 18ના મોત, એર ટ્રાફિક ભારતના શહેરો તરફ ડાયવર્ટ

કાઠમંડુ: આજે નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના (Kathamadu Plane Crash) સર્જાઈ, સૌર્ય એરલાઈન્સનું એક એરક્રાફ્ટ (9N-AME) ટેક ઓફ સમયે ક્રેશ થયું છે. ક્રેશ થયેલા પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 18ના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. કેટલાક નેપાળી મીડિયાના દાવા પ્રમાણે પ્લેનમાં સવાર લોકોમાંથી કોઈ મુસાફર ન હતું, તમામ એરલાઈનના ટેકનિકલ સ્ટાફથી હતા. પ્લેનને મેન્ટેનન્સ માટે પોખરા લઈ જવામાં આવી રહ્યું હતું.

અહેવાલ મુજબ પ્લેનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ ટેકઓફ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી જવાને કારણે આ દુર્ઘટના બની હતી. દુર્ઘટના બાદ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચેલા વિમાનોને લખનઉ અને કોલકાતા તરફ ડાઈવર્ટમાં આવ્યા છે.

અહેવાલ મુજબ, કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૌર્ય એરલાઈન્સનું વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થઇ ગયું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોખરા જઈ રહેલા પ્લેનમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા અને સવારે 11 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

જાણકારી મુજબ નેપાળમાં દર વર્ષે સરેરાશ એક પ્લેન ક્રેશ થાય છે. 2010 થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12 પ્લેન ક્રેશ થઇ ચુક્યા છે.

તાજેતરના વર્ષોમાં નેપાળમાં એરલાઈન ઉદ્યોગમાં તેજી જોવા મળી છે, જે માલસામાન અને લોકોને ખાસ કરીને વિદેશી ટ્રેકર્સ અને ક્લાઇમ્બર્સ દુર્ગમ વિસ્તારો સુધી લઇ જાય છે. પરંતુ અપૂરતી તાલીમ અને જાળવણીને કારણે સલામતીથી અંગે પ્રશ્નો ઉઠતા રહ્યા છે. યુરોપિયન યુનિયને સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને તમામ નેપાળી કેરિયર્સને તેના એરસ્પેસથી પ્રતિબંધિત કરી દીધા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…