ઇન્ટરનેશનલ

આને કહેવાય કાયદોઃ યુએઈમાં પ્રદર્શન કરી શાંતિ ડહોળતા બાંગ્લાદેશીઓને કોર્ટે કરી આવી સજા

અમદાવાદઃ સરકાર કે જે તે વ્યવસ્થાએ બની શકે ત્યાં સુધી નાગરિકો સાથે સખત વ્યવહાર ન કરવો પણ જો નાગરિકો કાયદો ને વ્યવસ્થા હાથમાં લે અને કારણ વિના અરાજકતા ફેલાવે તો વ્યવસ્થાતંત્ર અને કોર્ટ કેવા કઠોર પગલાં લઈ શકે તેનું ઉદાહરણ યુએઈમાં જોવા મળ્યું છે.
સંયુક્ત આરબ અમીરાતની એક અદાલતે બાંગ્લાદેશીઓને તેમના દેશની સરકાર સામે વિરોધ કરવા બદલ જેલની સજા ફટકારી છે. જેમાંથી ત્રણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સરકારી મીડિયાના સૂત્રોથી આ સમાચાર મળ્યા છે.

અહીંની સરકારી સમાચાર એજન્સી અનુસાર અબુ ધાબીની ફેડરલ અપીલ કોર્ટે રવિવારે 53 બાંગ્લાદેશીઓને 10 વર્ષની કેદ, એક બાંગ્લાદેશીને 11 વર્ષની કેદ અને ત્રણને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ બાંગ્લાદેશીઓને સજા પૂરી થયા બાદ દેશમાંથી હાંકી કાઢવાનો આદેશ પણ આપ્યો છે.

કોર્ટે સાક્ષીઓને સાંભળ્યા હતા. અને સાક્ષીઓએ જણાવ્યું કે આરોપીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને બાંગ્લાદેશ સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે UAEની ઘણી શેરીઓમાં એક વિશાળ સરઘસ કાઢ્યું હતું, WAM ના અધિકારીઓએ શનિવારે ધરપકડ કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું બાંગ્લાદેશીઓ સામે તપાસ કરવા અને તેમના કેસની સુનાવણી ઝડપી કરવા સૂચના આપવામાં આવી હતી. UAEનો કાયદો રાજકીય પક્ષો અથવા ટ્રેડ યુનિયનોની રચના પર પ્રતિબંધ મૂકે છે.

બાંગ્લાદેશ સરકારે 1971ની મુક્તિ વાહિનીમાં મુક્તિ વાહિનીના સભ્યોના સંબંધીઓ માટે સરકારી નોકરીઓમાં 30 ટકા સુધી અનામતની જોગવાઈ કરી હતી, જેની સામે દક્ષિણ એશિયાઈ દેશમાં ઘણા દિવસોના હિંસક વિરોધ પ્રદર્શનો પછી યુએઈમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે રવિવારે અનામતની મર્યાદા ઘટાડીને સાત ટકા કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને વિરોધીઓની આંશિક જીત માનવામાં આવી રહી છે.

લોકોને પોતાની વાત રાખવાનો અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર છે. ભારતમાં લોકશાહી છે અને લોકોને ઘણી સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ ભાંગફોડીયા તત્વો અને અશાંતિ ફેલવનારા સામે કાયદાનો કઠોર અમલ કરવો જ જોઈએ.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button