આમચી મુંબઈ

યાત્રીગણ કૃપયા ધ્યાન આપો! સવાર સવારમાં સેન્ટ્રલ લાઇનનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

મુંબઈ: સાયન અને માટુંગા સ્ટેશનો વચ્ચેના ઓવરહેડ સાધનો પર વાંસના બામ્બુ પડતા સેન્ટ્રલ લાઇનની લોકલ ટ્રેન સેવા સવારના સમયે ખોરવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ આજે સવારે સાયન અને માટુંગા વચ્ચે ઓવરહેડ વાયર પર બાંધકામ સાઇટનો વાંસનો પોલ પડી જતા સીએસએમટી તરફ જતી સેન્ટ્રલ લાઇનની ફાસ્ટ ટ્રેન સેવા ખોરવાઇ ગઇ હતી.

લોકલ ટ્રેન સેવાઓ સાયન અને માટુંગા સ્ટેશનો વચ્ચે લગભગ એક કલાક સુધી રોકી રાખવામાં આવી હતી, જેના કારણે ઓફિસ જનારાઓ અને અન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અને પીક અવર્સ દરમિયાન ટ્રેનો લગભગ કલાક જેટલી મોડી પડી હતી. સવારે 8.25 કલાકે વાંસનો પોલ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા બાદ અપ ફાસ્ટ લોકલ લાઇન પરનો ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
લાંબા સમય સુધી ટ્રેન સેવા અટકી જવાથી મુસાફરો ટ્રેક પર ચાલતા જોવા મળ્યા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર ટ્રેન સેવામાં વિલંબને લગતા અપડેટ્સ શેર કરવા લાગ્યા હતા.

લોકલ ટ્રેનોને મુંબઈની લાઈફલાઈન ગણવામાં આવે છે. 70 લાખથી વધુ મુસાફરો મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત સેવાઓનો ઉપયોગ કરે છે. સેન્ટ્રલ રેલવે દ્વારા સંચાલિત લોકલ ટ્રેનો મેઇન લાઇન, હાર્બર લાઇન, ટ્રાન્સ-હાર્બર લાઇન અને બેલાપુર-ઉરણ લાઇન એમ ચાર કોરિડોર પર ચાલે છે, જેમાં 1,810 ઉપનગરીય સેવાઓ દ્વારા દરરોજ લગભગ 35 લાખ ઉપનગરીય મુસાફરોને મુસાફરી કરે છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…