Dwarka ના ખંભાળિયામાં મકાન ધરાશાયી થતાં બે લોકોના મોત
ખંભાળિયા : ગુજરાતના છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં(Dwarka) મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જો કે મંગળવારે સાંજે દ્વારકાના ખંભાળિયામાં મુખ્ય બજારમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં બે લોકો કાટમાળ હેઠળ દટાઈ જતાં મૃત્યુ પામ્યા છે.
પાંચ લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મંગળવાર સાંજે 7 વાગ્યાની આસપાસ ખંભાળીયા મુખ્ય બજારમાં રાધિકા જ્વેલર્સની સામે આવેલ એક જૂનું મકાન અચાનક ધરાશાયી થયું હતું. જેમાં મકાનમાં રહેતા 3 લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. જે પૈકી કેસરબેન કણજારીયા (70) અને પ્રિતી કણજારીયા (16)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.. આ દુર્ઘટનામાં કુલ 8 લોકો કાટમાળમાં દટાયા હોવાની વિગતો સામે આવી હતી. આ ઘટનાની જાણ થયા બાદ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. NDRF દ્વારા 5 લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું.
| Also Read: Gujarat ના પોરબંદરમાં વહેલી સવારથી ત્રણ ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ
દ્વારકામાં સૌથી વધુ સવા 6 ઈંચ વરસાદ
ઉલ્લેખનીય છે કે, મંગળવારે દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જે પૈકી દ્વારકામાં સૌથી વધુ સવા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ