મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રા નિવાસી હાલ વસઈ મનહરલાલ પારેખ (ઉં. વ. ૯૩) તે સ્વ.મણિબેન તારાચંદ પારેખના પુત્ર. સ્વ.મધુમતીબેન પારેખના પતિ. કમલેશ, પ્રજ્ઞા, જયશ્રી, પ્રવિણાના પિતાશ્રી. આશા પારેખ, સંજય મણિયાર, સંજય પારેખ, હિતેશ ગાંધીના સસરા. હેમાંગી અને યજ્ઞેશના દાદા. રિયાના દાદાસસરા. સ્વ.મથુરીબેન પારેખ, સ્વ.નાથાલાલ પારેખ, સ્વ.જયાબેન ગાંધી, સ્વ.ચંપાબેન મહેતાના ભાઈ તા.૨૧/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૭-૨૪ના ગુરુવાર ૪ થી ૬. ઠે.: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, સાંઈનગર, પાર્વતી સિનેમાની પાછળ, ગોલ્ડન પાર્ક હોસ્પિટલની સામે, વસઈ પશ્ર્ચિમ.
ભાટિયા
જામખંભાળિયા નિવાસી હાલ મુંબઈ શોભનાબેન ગેમાણી (ઉં.વ. ૭૫) તે સ્વ. જમનાદાસ મેઘજી ગેમાણી તથા સ્વ. જયવંતીબેન ગેમાણીના પુત્રી. સ્વ. રમેશ, સ્વ. દિલીપ, બીપીન, કૃષ્ણરાજ, પરેશ, બાબુ, અ. સૌ. ઉષાના બેન તા. ૨૨-૭-૨૪, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દેસાઈ સઈ સૂથાર દરજી સમાજ
ગામ ભાડ ઈંગરોળા નિવાસી હાલ દાદર પૂર્વ ગં. સ્વ. જયાબેન ગણપતભાઈ હીરજીભાઈ હિંગુના પુત્ર સ્વ. અરવિંદભાઈ (ઉં.વ. ૬૩) તા. ૨૧-૭-૨૪, રવિવારના રામચરણ પામ્યા છે. તે ગીતાબેનના પતિ. મયુરભાઈના પિતાશ્રી. જાઈબેનના સસરા. કિશોરભાઈ, રમેશભાઈના ભાઈ. ચેતનાબેનના જેઠ. પ્રાર્થનાસભા તા. ૨૫-૭-૨૪, ગુરુવારના ૪ થી ૬. (બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.) સ્થળ: પટેલ બિલ્ડિંગ, ચોથે માળે, ડો. બી. એ. રોડ, હિંદમાતા, દાદર પૂર્વ.
કચ્છી પરજીયા પટ્ટણી સોની
અ. સૌ. કેતકીબેન છટપોખ્યા (ઉં.વ. ૫૬) તે હિતેશ રમણીકલાલ છટપોખ્યાના ધર્મપત્ની. સ્વ. મંજુલાબેન રમણીકલાલ હરીરામ છટપોખ્યાના પુત્રવધૂ. સ્વ. હેમલતાબેન રવિલાલ જેરામ સુસણીયાની પુત્રી. ભવ્યના માતુશ્રી. ગં. સ્વ. બિન્દુબેન રાજેશ સુસણીયા તથા નીનાબેનના ભાભી તા. ૨૧-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
સ્વ. દેવેન્દ્ર ચિત્રોડા, ગામ જામખંભાળિયા હાલ મુંબઈ, (ઉં. વ. ૭૨) સોમવાર તા.૨૨/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ.જશુમતી ચંદુલાલ ચિત્રોડાના સુપુત્ર. ગં.સ્વ.ભારતીબેનના પતિ. ચિરાગભાઈ, અવનીબેનના પિતાશ્રી. કવિતાના સસરા. ડેમીરાના દાદા. પ્રાર્થનાસભા તા.૨૫/૭/૨૪ના ગુરુવારની ૫ થી ૭. શ્રી લુહાર સુથાર જ્ઞાતિ વેલ્ફેર સેંટર, કાર્ટર રોડ ન.૩, અંબાજી માતાના મંદિર પાસે, દત્તા પાડા રોડ, બોરીવલી પૂર્વ.
કચ્છી ભાટીયા
નયના (ઉં. વ. ૭૧), સુશીલા સુંદરદાસ ઈબજી (ભાટીયા)ની પુત્રી, તે ધિરેન્દ્ર, મયુર, તથા સ્વ. વર્ષાના બહેન. ખેલનના ફોઈ. અ.સૌ. પન્નાના નણંદ, સ્વ. ત્રિકમદાસ મોરારજી (વેંગુલીવાળા)ના દિહિત્રી, ઉષાબેન રતનસિંહ મુલજીના ભત્રીજી, તા. ૨૨-૭-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટિયા
જામખંભાળિયા નિવાસી હાલ કાંદિવલી સ્વ. મોંઘીબેન કરસનદાસ વૈદ જાપાનવાળાના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં. વ. ૮૩) તે ૨૨/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.સંધ્યાબેનના પતિ. અમરીશ-ભાવિકા, હેમંત-વિધ્યા, રાગીની-અમિત ઉનડકટના પિતા. સ્વ.મધુબેન, સ્વ.વિઠ્ઠલભાઈ, સ્વ.કોકિલાબેન, મંજરીબેન, હરેનભાઈના ભાઈ. સ્વ.ધનલક્ષ્મીબેન દૌલતભાઈ સંપટ રાણવાળાના મોટાજમાઈ. પ્રાર્થનાસભા ૨૪/૭/૨૪ના ૪.૩૦ થી ૬.૩૦. લોહાણા મહાજનવાડી, એસ. વી રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
બોરીવલી નિવાસી નિશાબેન (ઉં. વ. ૫૧) તે કુમારભાઈ ચંદારાણાના ધર્મપત્ની. સ્વ કંચનબેન તથા સ્વ અરવિંદભાઇ ચંદારાણાના વહુ. સ્વ.જયંતીલાલ તથા સ્વ.તરલાબેન ઠક્કરના સુપુત્રી. સાક્ષી અને નિયતિના માતૃશ્રી રવિવારે તા ૨૧-૦૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
નાગેશ્રીવાળા સ્વ.જેકુંવરબેન નારણદાસ મહેતાના પુત્ર વ્રજલાલ (ઉં. વ. ૯૧) તે ચંદ્રિકાબેનના પતિ. તે ભાવેશ -નિશા, ડૉ.મમતા નિમિષકુમાર મહેતાના પિતાશ્રી. સ્વ.ગંગાદાસભાઈ, સ્વ.મથુરાદાસ, સ્વ.લક્ષ્મીબેન ભગવાનદાસ શાહ, લીલાવતીબેન ભગવાનદાસ કાણકીયા, પ્રેમકુવરબેન ઠાકરશી ગોરડિયા, શાંતાબેન ભોગીલાલના ભાઈ. જાફરાવાદવાળા સ્વ.દેવયાનીબેન હરજીવનદાસ ગોરડીયાના જમાઈ. તા.૨૨/૦૭/૨૪ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
રાજુલા કોટડીવાલા સ્વ. કનકલક્ષ્મી દામોદરદાસ દોશી (ટોપીવાલા)ના પુત્ર. ચંદ્રકાન્તભાઇ (ઉં. વ. ૮૨) તે ઉર્મિલાબેનના પતિ. તા. ૨૨-૭-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે તુષાર, મનીષ, સુનીલ અને સ્વ. સમીરના પિતાશ્રી. સોનલ, ડિમ્પલ, નેહા અને દિપાલીના સસરા. અજિતભાઇ, જયોતિબેન ઠાકરશીભાઇ ભાટિયા, ઉષાબેન કિશોરભાઇ પારેખ, કુંદનબેન હર્ષદભાઇ વોરા, સુરભીબેન રજનીકાન્ત મહેતા, રશ્મીબેન અરવિંદભાઇ કોરડિયાના મોટાભાઇ. તે સ્વ. મોહનલાલ બકોરદાસ શાહ (ખરાટીવાળા)ના જમાઇ. પ્રાર્થનાસભા : નારણજી શામજી વાડી, ભાવદાજી રોડ, મહેશ્ર્વરી ઉદ્યાન, માટુંગા (ઇસ્ટ), તા. ૨૫-૭-૨૪, ૪થી ૫.૩૦.
કપોળ
રાજુલાવાળા હાલ કાંદિવલી નિવાસી સ્વ. જયાબેન વિઠ્ઠલદાસ ભુતાના પુત્ર સ્વ. પ્રવીણ (ઉં. વ ૭૯) તા. ૨૧-૭-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. ઇન્દિરાબેનના પતિ. કલ્પેશ અને ભાવિકાના પિતા. ફાલ્ગુની અને ધ્રુવકુમાર અરવિંદ મોદીના સસરા. તથા નિયતી અને રુચીના દાદા. સ્વ. હસમુખભાઇ, મહેન્દ્રભાઇ અને નલીનના ભાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૫-૭-૨૪ના ૫થી ૭. ઠે. હાલાઇ લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ રોડ એકસટેન્શન, અતુલ ટાવરની બાજુમા, કાંદિવલી (પ.) લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ કોટડા રોહા હાલ ભુજ સ્વ. પાર્વતીબેન જેઠમલ વિઠ્ઠલદાસ હીરજી મોનજી કોઠારીના પુત્ર તથા સ્વ. બચીબાઇ ખીમજી ખારાવાલાના દોહિત્ર ગોવિંદભાઇ (ઉ. વ. ૭૧) તા. ૧૯-૭-૨૪ના શુક્રવારના શ્રીરામશરણ પામેલ છે. સ્વ. નર્મદાબેન પોપટલાલ ગૌરીશંકર શેઠીયાના જમાઇ. ગં. સ્વ. જયાબેનના પતિ. વીશાલ, કૌશીકના પિતાજી. હરિરામભાઇ, નરેન્દ્રભાઇ, દિનેશભાઇ, હિમાંશુ (કનુભાઇ), જયોત્સનાબેન રાજેશભાઇ દાવડાના ભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button