તમે પણ તમારી પત્નીને બેવકૂફ, મૂર્ખ કહો છો? પહેલાં આ વાંચી લો નહીંતર…

પતિ-પત્નીને જીવનરથના બે પૈડાં માનવામાં આવે છે અને ઘણી વખત આ બે પૈડાં વચ્ચે નાની મોટી ખટપટ પણ થઈ જાય છે. મોટાભાગે આ ખટપટનો ઉકેલ તરત જ આવી જાય છે તો ઘણી વખત વાત વધી જાય છે અને મહિનાઓ વીચા જાય છે તો વળી કેટલાક કિસ્સામાં તો વાત છુટાછેડા સુધી પહોંચી જાય છે. પરંતુ આજે અમે અહીં તમને એવા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે માત્ર ત્રણ જ મિનિટ ટકી શક્યા હતા અને આ લગ્નની 3 મિનિટ બાદ જ વધુએ વરને છુટાછેડા આપી દીધા હતા. ચાલો જોઈએ શું છે આખી ઘટના અને ક્યાંનો છે આ વિચિત્ર કિસ્સો-
કુવૈતના એક પ્રેમી-પંખીડાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને બંનેએ આપસી સહેમતિથી કોર્ટમાં રજિસ્ટર મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. આ લગ્નમાં તેમના નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. કોર્ટના નિયમ પ્રમાણે આ લગ્ન સંપન્ન થયા અને વર-વધુ બંનેએ રિંગ એક્સચેન્જ કરીને સાત જનમ સુધી એકબીજાનો સાથ આપવાનો નિર્ણય કર્યો.
ન્યુલી વેડ કપલ લગ્ન કરીને કોર્ટની બહાર આવી રહ્યું હતું ત્યારે કોર્ટની બહારના પગથિયા પર નવવધુનો પગ અટવાઈ જતા તે પડી ગઈ અને ખરી મોકાણ મંડાઈ. જેવી પત્ની કોર્ટના પગથિયા પર પડી ત્યારે પતિએ તેને હાથ આપીને ઉઠાવવાને બદલે બેવકૂફ એટલે કે મૂર્ખ કહી દીધી. પતિનિ આ વાતથી પત્ની એટલી બધી હર્ટ થઈ ગઈ કે તેણે તરત જ કોર્ટમાં જઈને આ લગ્ન તોડવાની વિનંતી કરી હતી. ન્યાયાધિશે પણ આ બધી સ્ટોરી સાંભળીને આ છુટાછેડાને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો : Mukesh Ambaniએ ભરી મહેફિલમાં કર્યું કંઈક એવું કે Nita Ambaniએ મોઢું છિપાવી દીધું?
લગ્ન થઈને ત્રણ જ મિનિટ થઈ હતી અને સાત જનમ સુધી એકબીજાનો સાથ આપવાના દાવા ફોક થઈ ગયા અને દુનિયાની આ સૌથી ઓછા સમય માટે ટકેલા લગ્ન છે એવું પણ કહેવાઈ રહ્યું છે. સોશિયવ મીડિયા પર આ પ્રકરણ વાઈરલ થયા બાદ નેટિઝન્સ એના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે મહિલાના આ પગલાંના વખાણ કર્યા છે અને લખ્યું થે કે જે વ્યક્તિ શરૂઆતથી જ પોતાના પાર્ટરનું સન્માન નથી કરતી એને છોડી દેવું જ વધારે હિતાવહ છે. બીજા એક યુઝરે લખ્યું કે આવા લગ્ન ક્યારેય સફળ થતા નથી.
કુવૈતમાં થયેલાં આ લગ્ન દુનિયાના સૌથી ઓછા ટકેલાં લગ્ન બની ગયા છે. આ પહેલાં બે દાયકા અગાઉ એટલે કે 2001માં યુકેમાં થયેલાં એક લગ્નમાં કપલે લગ્ન થયાની 90 મિનિટની અંદર છુટાછેડા લઈ હતા. લગ્નના એક કલાક બાદ સ્કોટ મેકી અને વિક્ટોરિયા એન્ડરસને રજિસ્ટર ઓફિસમાં જઈને પોતાના લગ્નનો અંત લાવ્યો હતો. લગ્ન બાદ સ્કોટે વિક્ટોરિયાને ગુસ્સામાં એશ ટ્રે ફેંકીને મારી હતી અને એને કારણે આ લગ્ન ભાંગી પડ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે આ લગ્ન તૂટ્યા બાદ વિક્ટોરિયાએ ડિવોર્સ પાર્ટી કરીને ખુશી વ્યક્ત કરી હતી.