આમચી મુંબઈમહારાષ્ટ્ર

આ તો કોપી પેસ્ટ બજેટ! રાજ્યના બજેટની નકલ કરી હોવાનો Supriya Suleનો ટોણો

મુંબઈ: Baramatiના MP તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ કેન્દ્રએ રજૂ કરેલા Budgetની ટીકા કરતા તેને ‘કોપી પેસ્ટ બજેટ’ ગણાવ્યું હતું. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ અને બિહારને બજેટમાં મોટા પ્રમાણમાં નાણાં ભંડોળ ફાળવવામાં આવ્યું તેની ટીકા કરી સુળેએ અન્ય રાજ્યોને અન્યાય કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો.

સુળેએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બજેટમાં નવું કંઇ જ નથી. સર્વસામાન્ય લોકોને કોઇપણ રાહત આપવામાં આવી નથી. કૉંગ્રેસની જ યોજનાઓની નકલ આ બજેટમાં કરવામાં આવી છે. આદેશનું બજેટ છે. ભારત સરકાર એટલે દરેક રાજ્યનો મોટો ભાઇ છે. મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ અન્ય રાજ્યોને પણ કંઇ નથી મળ્યું. બંગાળ અને ઝારખંડને શું મળ્યું? પોતાના લાડકા બિહાર અને પોતાના લાડકા આંધ્ર પ્રદેશ, બસ આટલું જ બજેટમાં હતું. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો તેમની માટે પારકા છે કે શું?

આ પણ વાંચો : ભારત માટે નહીં, સાથીદારો માટેનું બજેટ શરદ પવારના પક્ષે કેન્દ્રના બજેટને વખોડ્યું

ટેક્સમાં કોઇ પરિવર્તન ન હોવાનું જણાવતા સુળેએ કહ્યું હતું કે ફક્ત ફોરેન કંપનીનો કેસ 30થી 25 ટકા કરાયો છે. બજેટમાં નવું કંઇ જ નથી. નાણાં પ્રધાને કહ્યું કે અમે ખેડૂતોનું ઉત્પાદન 50 ટકા વધારીશું. તેમણે દસ વર્ષમાં બમણી કરીશું એમ કહેવું જોઇતું હતું.

લેન્ડ રિફોર્મની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે જમીન એ રાજ્યનો વિષય છે. નાણાં પ્રધાન કહ્યું કે તે બધા જ લેન્ડ રિફોર્મનું ડિજીટલાઇઝેશન કરીશું, પરંતુ તે રાજ્યનો વિષય છે તેમાં કેન્દ્ર શા માટે હસ્તક્ષેપ કરે છે?રાજ્યની યોજનાઓની તેમણે નકલ કરી છે. કૉંગ્રેસની જ યોજનાઓ તેમણે કોપી-પેસ્ટ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button