રાજકોટ

રાજકોટ AIIMSમાં પોસ્ટ માર્ટમની શરૂઆત થવાથી રાજકોટ સિવિલનું ભારણ ઘટશે

રાજકોટ: રાજકોટમાં બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં હવે નવી વ્યવસ્થા ઊભી થઈ છે. જેનાથી હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના કાર્યના ભારણમાં ઘટાડો થશે. એઈમ્સમાં હવેથી પીએમ પણ શરૂ થઈ ગયા છે તેથી એમએલસી કેસ, પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક પીએમ સહિતના મામલે સિવિલ હોસ્પિટલને ઘણી રાહત મળી રહેશે.

પ્રાપ્ત વિગતો અનુસાર એઈમ્સમાં ઓટોપ્સી બ્લોક ખાતે ફોરેન્સિક વિભાગના વડા પ્રોફેસર ડો.સંજય ગુપ્તા અને ડો.ઉત્સવ પારેખ દ્વારા એઇમ્સ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કુદરતી રીતે મૃત્યુ પામેલા 32 વર્ષીય વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જે રાજકોટ એઇમ્સનું પ્રથમ પોસ્ટમોર્ટમ તરીકે નોંધાયું છે.

આ પણ વાંચો: ભાજપના વરિષ્ઠ નેતા LK Advani ની તબિયત લથડતા દિલ્હીની AIIMS માં દાખલ

રાજકોટની એઈમ્સના જણાવ્યું મુજબ પીએમ કરવા માટેની સરકારમાંથી મંજૂરી મળી ચૂકી છે. હાલ એઇમ્સ હોસ્પિટલ ખાતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ચોકી છે અને આ વિસ્તારના કેસ એઈમ્સમાં આવી શકશે. આ ઉપરાંત હદ વિસ્તાર નક્કી કરવા અને ઘટના તેમજ અન્ય કેસની હકીક્ત જોઈને પોલીસ વિભાગ નક્કી કરશે કે ક્યાં કેસમાં પીએમ સિવિલમાં કરવું કે પછી એઈમ્સમાં કરવું. જોકે આ બંને સ્થિતિમાં રાજકોટ એઈમ્સને કારણે પીએમમાં ઝડપ આવવાની સાથે સાથે ફોરેન્સિક પીએમ થકી ઈન્વેસ્ટિગેશનમાં પણ ધણા ફેરફારો આવશે.તપાસની પ્રક્રિયામાં વેગ જોવા મળશે એવી સંભાવના જોવા મળી રહી છે.

પોસ્ટમોર્ટમ મૃત્યુના કારણને જાણવા માટે કરાતી પ્રક્રિયા છે. ખાસ કરીને અકરમાત, શંકાસ્પદ મોત કે હત્યા આત્મહત્યા જેવી ઘટનાઓમાં થતા મૃત્યુને લઈ મૃતદેહનું પીએમ કરીને મોતનું કારણ જાણવામાં આવે છે. તે ઉપરાંત ઘણી બીમારીઓ અને અકસ્માતોમાં રિસર્ચ માટે પણ પીએમ જરૂરી હોય છે. રાજકોટ એઈમ્સ ભારતની એકમાત્ર એવી એઈમ્સ બની છે જેમાં શરૂ થયાના ટૂંકા ગાળામાં પીએમ પણ થવા લાગ્યા છે. એઈમ્સના ઓટોપ્સી બ્લોકમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સાધનો અને કાર્યપ્રણાલી અપનાવાઈ છે જેથી જટિલમાં જટિલ કેસમાં પણ સાચા કારણો જાણવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…