ટોપ ન્યૂઝનેશનલ

Union Budget 2024 Highlights: વ્યાજ, પેન્શન, સંરક્ષણ કે સબસીડી આ વર્ષે સરકારના સૌથી વધુ નાણાં કયા વપરાશે, જુઓ આંકડા

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ(Union Budget 2024) રજૂ કર્યું. નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ સાતમું બજેટ હતું. આ બજેટમાં નાણામંત્રીએ કરદાતાઓને મોટી ભેટ આપી છે. તેમણે પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી. આ ઉપરાંત, નવી ટેક્સ વ્યવસ્થાના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આનાથી પગારદાર કર્મચારીને 17,500 રૂપિયાનો લાભ મળશે. નાણામંત્રીએ બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે પણ મોટી જાહેરાતો કરી છે. આવો જાણીએ આ વર્ષે સરકારના પૈસા કયા સેક્ટરમાં ખર્ચ થવાની સંભાવના છે.

આ વર્ષે રૂ. 48,20,512 કરોડનો ખર્ચ થશે

બજેટમાં જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં મુખ્ય વસ્તુઓ પર કુલ રૂ. 48,20,512 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 41,93,157 કરોડ ખર્ચાયા હતા. જ્યારે, 2023-24 માટે સુધારેલ અંદાજ રૂ 44,90,486 કરોડ છે.

| Also Read: Union Budget 2024: બજેટમાં સરકારે આ મુદ્દાઓ પર આપ્યું વિશેષ ધ્યાન, જાણો 10 પોઈન્ટમાં

મોટા ભાગના પૈસા વ્યાજ ભરવામાં જશે

બજેટ અનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં, સરકારના મોટા ભાગના નાણાં વ્યાજની ચૂકવણી પર ખર્ચવામાં આવશે. કુલ રૂ. 48,20,512 કરોડના ખર્ચમાંથી રૂ. 11,62,940 કરોડ માત્ર વ્યાજની ચૂકવણીમાં જ જશે. આ પછી સરકાર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં 5,44,128 કરોડ રૂપિયા ખર્ચ કરશે. સરકાર રાજ્યોને 3,22,787 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. 1,50,000 રૂપિયાનું GST વળતર ભંડોળ હશે.

પેન્શન પાછળ રૂ. 2,43,296 ખર્ચ થશે

જ્યારે ગ્રામીણ વિકાસમાં રૂ. 2,65,808 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગૃહ વિભાગ પર રૂ. 1,50,983 કરોડનો ખર્ચ થશે. પેન્શન પાછળ રૂ. 2,43,296 ખર્ચ થશે. સંરક્ષણ પાછળ રૂ. 4,54,773 કરોડ, ખાતર સબસિડી પર રૂ. 1,64,000 કરોડ અને ખાદ્ય સબસિડી પર રૂ. 2,05,250 કરોડ ખર્ચવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…