આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?

અનિદ્રા એ એક ગંભીર સમસ્યા છે અને આપણામાંથી ઘણા લોકોને રાતે ઊંઘ ન આવવાની સમસ્યા સતાવતી હોય છે

પણ આપણે આ સમસ્યાને ગંભીરતાથી નથી લેતાં જે આપણી સૌથી મોટી ભૂલ છે

હેલ્થ એક્સપર્ટના મતે આમ તો ઊંઘ ન આવવા માટે અનેક કારણો જવાબદાર હોય છે

પણ આ સિવાય શરીરમાં જોવા મળતાં વિટામીનની કમી પણ અનિંદ્રાનું સૌથી મોટું કારણ છે

જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું, આવો જોઈએ શું કહે છે નિષ્ણાતો

વિટામિન ડીની ઊણપને કારણે પણ અનિંદ્રાની સમસ્યા જોવા મળે છે

આ વિટામિનની ઉણપને કારણે મેલાટોનિન નામના હોર્મોનનું પ્રમાણ શરીરમાં ઘટે છે

અહીંયા તમારી જાણ માટે કે મેલાટોનિન એ એક સ્લીપ હોર્મોન છે

વિટામિન ડીને કારણે આ હોર્મોનનું સ્તર ઘટે છે અને એને કારણે રાતે ઊંઘ નથી આવતી

આવા સમયે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા વિટામિન ડીનું પ્રમાણ શરીરમાં પૂરતું હોવું જોઈએ

આ માટે વિટામિન ડીની ઉણપ પૂરી કરતાં પદાર્થો અને સપ્લિમેન્ટ્સનું સેવન કરવું જોઈએ