ટોપ ન્યૂઝનેશનલવેપાર અને વાણિજ્ય

Union Budget 2024 : જાણો બજેટમાં શું થયું સસ્તું શું થયું મોંઘું, સોનું -ચાંદી કેન્સરની દવા સસ્તી થઈ

નવી દિલ્હી : મોદી 3.0 નું પ્રથમ સામાન્ય બજેટ(Union Budget 2024) રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધ્યો છે અને કઈ જાહેરાત થી તેમને રાહત મળી છે. તો ચાલો તમને જણાવી દઈએ કે સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે અને મુખ્યત્વે કેન્સરની દવાઓને ડ્યુટી ફ્રી કરી છે, ચાલો જાણીએ કઈ વસ્તુ સસ્તી થઈ.

સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15ટકા ઘટાડી દેવામાં આવી છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. આ પછી સોના અને ચાંદીના ભાવ નીચે આવશે. આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ટેલિકોમ સાધનો મોંઘા થયા છે, તેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે.

સસ્તું શું થયું

-સોનું અને ચાંદી સસ્તા
-પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો
-કેન્સર દવાઓ
-મોબાઇલ ચાર્જર
-ચામડાની વસ્તુઓ
-રાસાયણિક પેટ્રોકેમિકલ
-પીવીસી ફ્લેક્સ બેનર

ભારતમાં ફુગાવો નિયંત્રણમાં

મોદી 3.0નું પહેલું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું બજેટ ભાષણ શરૂ કરતાં કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત દેશમાં સરકાર બનાવવી એ ઐતિહાસિક છે. દેશની જનતાએ સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે. વૈશ્વિક સ્થિતિની અસર ફુગાવા પર પડી છે પરંતુ ભારતમાં ફુગાવો નિયંત્રણમાં છે અને 4 ટકાની રેન્જમાં છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…