ટોપ ન્યૂઝનેશનલ

Union Budget 2024 : યુવાનોને 4. 1 કરોડ રોજગાર અને પાંચ રાજ્યો માટે કિસાન ક્રેડિટની બજેટમાં જાહેરાત

નવી દિલ્હી : નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ(Union Budget 2024) રજૂ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર સતત ત્રીજી વાર સત્તામાં છે. નિર્મલા સીતારમણને કહ્યું, આ બજેટ ગરીબ, મહિલા, યુવા અને ખેડૂતો પર ફોકસ છે.5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાશે. તેમજ યુવાનો માટે 2 લાખ કરોડના ખર્ચ સાથે રોજગારી ઉભી કરવામાં આવશે.

યુવાનો માટે 5 નવી યોજનાઓની જાહેરાત

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેની માટે 5 યોજનાઓ અને પહેલા પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

વિકસિત ભારતનું બજેટ રજૂ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાતમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં સંસદના બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે આજે વિકસિત ભારતનું બજેટ રજૂ કરવામાં આવશે. ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યુ કે ભારતમાં મોંઘવારી દર કાબુમાં છે. સરકાર દરેકના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લોકોએ મોદી સરકાર પર ભરોસો કર્યો છે. ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button