આમચી મુંબઈમહારાષ્ટ્ર

અરરર ! મંત્રાલયમાં બાથરૂમમાં આવું કામ કરવામાં આવે છે…… !

મુંબઇઃ તમે પણ જો મંત્રાલયમાં કામ માટે જાઓ છો અને ત્યાં ચા પીઓ છો… તો આ સમાચાર તમારે ખાસ વાંચવા જોઇએ. મંત્રાલયની મુખ્ય ઇમારતના બાથરૂમમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. રાજ્યભરના લોકોના આરોગ્યની ચિંતા કરતા મંત્રાલયમાં આરોગ્ય સાથે કેવી રમત કરવામાં આવે છે તેનો પર્દાફાશ થયો છે. જેથી ચકચાર મચી જવા પામી છે.

મહારાષ્ટ્ર રાજ્યનો બધો કારભાર નરિમાન પોઇંટ ખાતે આવેલા મંત્રાલયથી ચાલે છે. ખેડૂતો, શ્રમિકો, મજૂરો, કર્મચારીઓ, વેપારીઓ, વ્યાવસાયિકો, નિરાધારો અને સામાન્ય લોકો સહિત તમામ નાગરિકોનું જીવન આરામદાયક બનાવવા માટે મંત્રાલયમાં નિર્ણય લેવામાં આવે છે. રાજ્યના લોકોની આરોગ્ય જોખમમાં ના આવે તે માટે નેતાઓ મંત્રાલયમાં બેસીને નિર્ણય લેતા હોય છે. લોકોની આરોગ્ય જવાબદારી પૂરી કરવા માટે હજારો, કરોડો રૂપિયાનું ફંડ પણ ફાળવવામાં આવે છે. લોકોના આરોગ્ય માટે નિયમો બનાવતા મંત્રાલયમાં જ રાજ્યભરના લોકોના આરોગ્ય સાથે જે ચેડાં થઇ રહ્યા છે તેનાથઈ ચકચાર મચી જવા પામી છે.

મંત્રાલયમાં સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થઇ રહી છે. મંત્રાલયની મુખ્ય ઇમારતના પાંચમા માળે બાથરૂમમાં, મંત્રાલયના એક કોન્સ્ટેબલે બાથરૂમમાં જ ચાનો કપ ધોયો હતો. રસપ્રદ વાત એ છે કે આ પ્રકાર વર્ષોથી થઈ રહ્યો હોવાની માહિતી મળી રહી છે. આનો વીડિયો પણ બહાર આવ્યો છે.

આ વીડિયોમાં મંત્રાલયનો એક કર્મચારી બાથરૂમમાં કપ ધોતો જોવા મળે છે. આ વીડિયો એવી રીતે શૂટ કરવામાં આવ્યો છે કે કર્મચારીનું ધ્યાન વીડિયો શૂટ કરનાર પર ના પડે. વીડિયો વાયરલ થયા બાદ આવડા મોટા મંત્રાલયના કર્મચારીને બાથરૂમમાં કપ ધોવાની નોબત કેમ આવી? એવો સવાલ લોકો કરી રહ્યા છે.

રાજ્યભરના લોકોના આરોગ્યની જવાબદારી ધરાવતા મંત્રાલયમાં આ ઘટના બન્યા બાદ સંબંધિત વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button