Monsoon 2024 : હવામાન વિભાગે આ નવ રાજ્યોમાં કરી વરસાદની આગાહી
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે. દેશમાં ચોમાસું(Monsoon 2024) ધીરે ધીરે જામી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે( IMD) એ મંગળવારે 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો પરંતુ બાદમાં તડકાને કારણે ગરમી સામાન્ય થઈ ગઈ હતી. જો કે, હવામાન વિભાગની આગાહી કરી છે કે રાજધાનીમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ સિવાય ઝારખંડ, કર્ણાટક, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં વરસાદની સંભાવના છે.
દિલ્હીમાં કેવું રહેશે હવામાન?
દિલ્હીમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. આજે અહીં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં કેવું રહેશે હવામાન?
ગુરુગ્રામમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. લઘુત્તમ તાપમાન 29.02 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.82 ડિગ્રી રહી શકે છે. નોઈડામાં આજે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહી શકે છે. ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહી શકે છે.