આપણું ગુજરાતદ્વારકાસૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં “જળતાંડવ” : દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ : લીલા દુષ્કાળની સેવાય રહી છે ભીતિ

જામ ખંભાળિયા: સૌરાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને લઈને હવે મેઘ કહેર જેવી સ્થતિ સર્જાય રહી છે. ત્રણ દિવસ બાદ ફરી મેઘરાજાએ દેવભૂમિ દ્વારકાને જળબંબાકાર કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. અતિભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળતાંડવ જોવા મળ્યું હતું. હાલ તંત્ર દ્વારા પણ પાણીમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ પડ્યો છે. જ્યારે જુનાગઢના માણાવદરમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણામાં સાડા 6 ઇંચ, બારડોલીમાં અને વિસાવદરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. માળીયા હાટીના અને દ્વારકામાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે. ઉપલેટામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના માંડવી, કામરેજ, વલસાડના કપરાડા, ગીર ગઢડામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ચાર કલાકમાં ધોધમાર 11 ઈંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાનેલી ગામે નદીમાં ફસાયેલા ત્રણ લોકોને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરી બચાવવામાં આવ્યા હતા. હાલ પડી રહેલા વરસાદને લીધે લીલો દુષ્કાળ પડાની ભીતિ સર્જાય રહી છે.

રાજકોટનાં ઉપલેટામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઉપલેટાના લાઠ ગામે ધોધમાર વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા ભયંકર દૃશ્યો સામે આવ્યા છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. સમગ્ર ગામમાં ઠેર ઠેર તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. સાથે જ ઉપલેટા પંથના ભારે વરસાદના લીધે મોજ ડેમ ઓવરફ્લો થયો છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…