આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 23-7-2024 પંચક પ્રારંભ
ભારતીય દિનાંક 1, માહે શ્રાવણ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ વદ-2
જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ વદ -2
પારસી શહેનશાહી રોજ 13મો તીર, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1393
પારસી કદમી રોજ 8મો દએપઆદર, માહે 1લો ફરવરદીન, સને 1394
પારસી ફસલી રોજ 5મો સ્પેન્દાર્મદ, માહે 5મો અમરદાદ, સને 1393
મુુસ્લિમ રોજ 16મો, માહે 1લો મોહરમ, સને 1446
મીસરી રોજ 17મો, માહે 1લો મોહરમ, સને 1446
નક્ષત્ર: ઘનિષ્ઠા રાત્રે ક. 20-17 સુધી, પછી શતભિષા.
ચંદ્ર મકરમાં સવારે ક. 09-19 સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 13 અમદાવાદ ક. 06 મિ. 06, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 15, અમદાવાદ ક. 19 મિ. 25, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 13-29, મધ્યરાત્રિ પછી ક. 01-30 (તા. 24)
ઓટ: સવારે ક. 06-36, રાત્રે ક. 19-38
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, “રાક્ષસ” નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946, “ક્રોધી” નામ સંવત્સર, અષાઢ કૃષ્ણ – દ્વિતીયા. પંચક પ્રારંભ સવારે ક. 09-19, જયાપાર્વતી વ્રત સમાપ્તિ જાગરણ, ભારતીય શ્રાવણ માસારંભ, વિષ્ટિ રાત્રે ક. 20-57થી. સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા,વસુ દેવતાનું પૂજન, મંગળ ગ્રહ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પાટ અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ-પતાકા ચઢાવવી, પરગામ પ્રયાણ મધ્યમ, નવાં વસ્ત્રો, આભૂષણ, રત્ન ધારણ, ધાન્ય વેચવું, બી વાવવું, વૃક્ષ વાવવાં.
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ ચસ્કેલું મન, ચંદ્ર-બુધ પ્રતિયુતિ ચાલાક, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.