કર્ક સંક્રાંતિ હોવાથી ચોમેર વરસાદ સારો પડશે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
સૂર્ય – કર્ક રાશિમાં પ્રવેશમિત્ર
મંગળ – વૃષભ રાશિ (અનુકુળ રાશિ)
બુધ – કર્ક રાશિ(શત્રુ રાશિ)તા. 19 સિંહ રાશિમાં પ્રવેશ
ગુરુ – વૃષભ રાશિમાં(શત્રુ ઘર)
શુક્ર – મિથુન રાશિ(સમ મિત્ર ઘર)
શનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ
રાહુ – મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્નયા રાશિ વક્રીભ્રમણ
આ સપ્તાહમાં ફક્ત બુધ તા.19 કર્ક રાશિ છોડી સિંહ રાશિમાં પ્રવેશ કરશે.”કર્ક સંક્રાંતિ”હોવાથી ચોમેર વરસાદ સારો પડશે ઠેર-ઠેર પાણી ભરાવાથી મચ્છર સાથે મચ્છીનો ઉપદ્રવ વધશે માટે ડી.ડી.ટી. છંટકાવ કરશો તથા હૂંફાળું પાણી પીશો. બજારું તમામ ચીજવસ્તુઓ ખાશો નહીં. ચણાના લોટની વસ્તુઓ ગરમા-ગરમ બનાવીને જમશો.
ઠંડા પીણા તથા આઇસક્રીમ લેશો નહીં નિયત સમયે ઊંઘ લેવાનું રાખશો. પાણીજન્ય રોગો,બાળ રોગો સાથે મલેરિયા, કમળો, ટાઇફોડના દર્દીઓએ વધી શકે. ઉંમરલાયક જાતકોને ચક્કર આવવાથી અશકિત જણાય. સૂર્ય નારાયણ દર્શન સમયસર ન આપે માટે રોગપ્રગતિકારકશકિત વધારવા તાજા લીલા શાકભાજી ખાશો. તુલસી પાન ચાવશો સાથો-સાથ હૂંફાળાં પાણીના કોગળા કરશો.
(1)મેષ રાશિ (અ,લ, ઇ) :- સાધારણ દાંતમાં દુખાવો થાય. માનસિક ભય ચિંતાઓ ઉદ્વેગ સાથે વધુ થાકની અસરને કારણે પાચનશક્તિ મંદ પડે. યથાશક્તિ દાન ઉચિત બાહ્મણ કરશો. ગાયત્રીમંત્ર લેખન કાર્ય કરશો.
(2)વૃષભ રાશિ (બ,વ,ઉ):- ગુદાના ભાગે સુઝન આવી શકે ! આંખમાં વારંવાર પાણી વહે. વધુ પડતી લાલ મરચાંની ચટણી ખાશો નહીં. છાશ પીવાનું રાખશો. મહાકાળી મંત્ર જાપ અવશ્ય કરશો.
(3)મિથુન રાશિ (ક,છ,ઘ):- આ સપ્તાહ આરોગ્ય માટે મિશ્ર બની રહે. ચિકન ગુનિયા થવાની શક્યતાઓ લાગે. વધુ પડતું નીમક ખાશો નહીં. મહાદેવજીને નિત્ય કાચા દૂધનો અભિષેક કરશો.
(4)કર્ક (ડ,હ):- આ સપ્તાહ આરોગ્ય માટે શુભમય બની રહે છતાં ઊંઘ સમયસર ન આવવાની ફરિયાદ બની રહે. સફેદ રંગના વસ્ત્રો પરિધાન કરશો. શિવલિંગ પર જળાભિષેક કરશો.
(5)સિંહ (મ,ટ):- ગામડાંઓમાં રહેનારને સાપ કરડવાની શક્યતાઓ-યોગ્ય દરકાર કરશો.બી.પી.ના દર્દીઓએ દવાઓ નિયમિત લેવી.સૂર્ય કવચ પાઠ કરશો.
(6)ક્નયા (પ,ઠ,ણ):- વજન વધવાની શક્યતાઓ. કમર જકડાઇ જવાના પણ ગ્રહ યોગ સૂચવે છે. પર્યાવરણની માવજત કરશો. બુધ ગ્રહના જાપ કરશો.
(7)તુલા રાશિ (ર,ત):- અશકિત સાથે છુપો તાવ રહ્યા કરે. ભોજનમાં રસ રુચિ ના લાગે. સીઝનલ રોગોનો સામનો કરવો પડે. નિત્ય દૈવી કવચ કરશો. માતાજીની તસવીરને ગુલાબના પુષ્પ અર્પણ કરશો.
(8)વૃશ્ચિક રાશિ (ન,ય):- પગ સ્લીપ થવાથી આંખો પર વાગી શકે. સપ્તાહના અંતે સતત તાવ રહે. કુળદેવી સ્મરણ ઉત્તમ. ગાયત્રી ચાલીસા કરશો.
(9)ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- ડાયાબિટીસના દર્દીઓએ હળવો એટેક આવવાની શક્યતાઓ. બી.પી.માં વધધટ વધે. અંગત જગ્યાએ ભોજન કરશો. ગુરુ ગ્રહ યંત્ર પૂજા કરશો.
(10)મકર રાશિ (ખ,જ):- ઘૂંટણની તકલીફ વધી શકે, સાથો-સાથ હરસ, મસાની શિકાયત વધી શકે. યથાશક્તિ કાચુ તેલ ભિક્ષુકોને
આપશો.
(11)કુંભ રાશિ (ગ,સ,શ):- લીવરમાં પાણી ભરાઇ જવાની શક્યતાઓ. એસિડિટીની તકલીફો વધે. કાચી અડદની દાળ ગરીબો વચ્ચે દાન કરશો.
હનુમાન ચાલીસા પાઠ અવશ્ય સવાર-સાંજ કરશો.
(12)મીન રાશિ (દ,ચ,ઝ,થ):- વાયરલ ઇન્ફેક્શન સંભવ. ડાયાબિટીસ પીડિત દર્દીઓએ વિશેષ સંભાળવું. રૂટિન દવાઓ સમયસર લેશો. અજાણી જગ્યાએ રાતવાસો કરશો નહીં. ગુપ્ત ગુરુ મંત્ર વધારે કરશો.
વરસાદી વાતાવરણ હોવાથી સાધારણ તાવ સાથે શરીર જકડાઇ જવાની ફરિયાદ વ્યાપક રીતે સાંભળવા મળશે. વાસી, આથેલું તેમજ અતિ કઠણ પદાર્થો ખાવાનું ના રાખશો નહીંતર બીમારીઓ નોંતરશે. દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્ય શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો.તુલસી ક્યારે ધૂપ-દીપ કરશો.