નેશનલ

દિલ્હી લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને કોર્ટથી ‘નો’ રાહત

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ફરીથી કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. દિલ્હી લિકર પોલિસી સબંધિત CBI કેસમાં રાઉજ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 26 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. આજે સોમવારે મનીષ સિસોદિયા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં જોડાયા હતા.

આ સાથે દિલ્હી દારૂનીતિ કૌભાંડ સંબંધિત CBI કેસમાં BRS નેતા કે. રાઉઝ એવન્યુ કોર્ટે કવિતા વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું છે. રાઉઝ એવન્યુ કોર્ટ કે. કવિતાને 26 જુલાઈએ બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. દારૂનીતિ કૌભાંડ સંબંધિત CBI કેસમાં કોર્ટે કવિતાની ન્યાયિક કસ્ટડી 26 જુલાઈ સુધી લંબાવી છે.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-2022 સંબંધિત કથિત ભ્રષ્ટાચારના આરોપમાં 26 ફેબ્રુઆરી, 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ સિસોદિયાએ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ પન વાચો : દિલ્હી લીકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને ઝટકો, કોર્ટે જામીન ફગાવ્યા

કેસના એક અઠવાડિયા બાદ જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે ચાર્જશીટ દાખલ કરી અને સિસોદિયાની ધરપકડ કરી હતી. તેમની ધરપકડથી લઈને અત્યાર સુધી આ મામલે સતત સુનાવણી થઈ રહી છે. જેલવાસ દરમિયાન મનીષ સિસોદિયાની તબિયત ઘણી વખત લથડી હતી અને તેણે તેના પરિવારને મળવાની પણ માંગ કરી હતી. કોર્ટે તેમની આ માંગણી સ્વીકારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button