મનોરંજન

Abhishek Bachchanએ કેમ કહ્યું આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવારનું નામ…

છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારમાં ચાલી રહેલો વિખવાદ (Bachchan Family Dispute)ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે અને દરરોજ સવારે કંઈકને કંઈક ચોંકાવનારા ખુલાસો થતો જ હોય છે. હવે અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishek Bachchan) તેણે પોડકાસ્ટમાં આપેલા એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો છે અને આ નિવેદન તેણે પોતાની દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ને લઈને સતાવી રહેલાં ડરને કારણે આપ્યું છે. આવો જોઈએ એવો તે કયો ડર છે જે અભિષેકને એક બાપ તરીકે સતાવી રહ્યો છે-

અભિષેક બચ્ચને એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તે પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માને છે કારણ કે તેનું નામ બચ્ચન પરિવાર સાથે જોડાયેલું છે. એટલું જ નહીં અભિષેકે જણાવ્યું હતું કે મારી અટક મારા માટે પવિત્ર છે અને એ મને મારા દાદાજીએ આપી છે. પહેલાં મારા પિતા અમિતાભ બચ્ચને આ નામ અને ગરિમાને આગળ વધારી અને હવે એ જવાબદારી મારા ખભા પર છે. હું આજે જે કંઈ પણ છું એ મારી અટકને કારણે છું.

આ પન વાચો : ઐશ્વર્યા રાયથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને આ શું કર્યું…?

અભિષેકે આ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે મને ક્યાકેય એ વસ્તુની જરૂર જ નહીં લાગી કે મારે મારી અટકથી અલગ ઓળખ બનાવવી જોઈએ. મારા માટે મારી અટક જ સૌથી મોટી વાત છે. હવે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હવે દીકરી આરાધ્યા બચ્ચનને એ જ અટકનું માન રાખવાનું અને વેલ્યુ કરવાનું શિખવાડી રહી છે. તે દીકરીની શિખવાડી રહી છે કે આ કેટલું મહત્ત્વનું છે અને કેટલી મોટી વાત છે.

અમે લોકો એના પર કોઈ દબાણ નથી લાવવા માંગતા, પણ બસ એને એટલું જ શિખડાવવા માંગીએ છીએ કે તેના પિતા, દાદા, અને પરદાદાએ જે હાંસિલ કર્યું છે તેનું સન્માન કરવામાં આવે. હું ઈચ્છું છું કે તે ક્યારેય એવું કોઈ કામ ના કરે કે જેને કારણે બચ્ચન પરિવાનું નામ ખરાબ થાય કે એ નામ માટીમાં મળી જાય, એવું અભિષેક બચ્ચને વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન (Aishwarya Rai-Bachchan-Abhishek Bachchan)એ 2007માં લગ્ન કર્યા હતા અને 16મી નવેમ્બર, 2011ના આરાધ્યાનો જન્મ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button