મનોરંજન

હવે આ અભિનેત્રી પણ પ્રેગનેન્ટ છે કે શું? પોલકા ડોટ્સ ડ્રેસ પહેરી ડિનર પર ગઇ તો……..

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના લગ્ન બાદથી જ ચર્ચામાં છે. બોલિવૂડની નવી દુલ્હન સોનાક્ષી સિન્હા આ દિવસોમાં ઘણીવાર તેના પતિ સાથે જોવા મળે છે. સોનાક્ષી અને ઝહીરે સાત વર્ષ ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. ચાહકોને આ જોડી ખૂબ જ ગમે છે. સોનાક્ષીએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર કપલનો પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જો કે, આ પછી તેણે એક ભવ્ય રિસેપ્શન રાખ્યું હતું, જેમાં ઘણી ફિલ્મી કલાકારો જોવા મળ્યા હતા. લગ્ન બાદ તેમની તસવીરો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ સોનાક્ષી અને ઝહીરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. સોનાક્ષીને આમાં જોયા બાદ લોકો તેની પ્રેગ્નન્સીને લઈને અટકળો લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…

વાત એમ હતી કે રવિવારે સોનાક્ષી અને તેનો પતિ ઝાહિર ઇકબાલ ડિનર માટે બહાર ગયા હતા. જ્યારે બંને ડિનર કરીને બહાર નીખળ્યા ત્યારે પાપારાઝીઓએ તેમની સાથે વાત કરી અને તેમને કેમેરામાં કંડારી લીધા હતા. સોનાક્ષી તેના પતિનો હાથ પકડી કાળજીપૂર્વક ચાલતી જોવા મળી હતી અને એક સજ્જન પતિની જેમ ઝાહિરે તેની માટે કારનો દરવાજો ખોલ્યો હતો.

આ પણ વાંચો: પિતા બીમાર અને સોનાક્ષીની પ્રેગનન્સીની ખબરઃ સિન્હા પરિવારમાં શું ચાલી રહ્યું છે

વીડિયોમાં સોનાક્ષી એવા ડ્રેસમાં જોવા મળી રહી હતી કે ફેન્સે તે પ્રેગનેન્ટ હોવાની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું. સોનાક્ષી તેના ડ્રેસને કારણે ચર્ચાનો વિષય બની ગઇ હતી. સોનાક્ષીએ બ્લેક એન્ડ વ્હાઇટ ડોટેડ ડ્રેસ પહેર્યો હતો. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓએ પ્રેગ્નેન્સી દરમિયાન આવા કપડા પહેર્યા છે અને આ જ કારણ છે કે ચાહકો આવા ડ્રેસને પ્રેગ્નેન્સી સાથે જોડે છે. તાજેતરમાં જ જ્યારે સોનાક્ષી પણ આવો ડ્રેસ પહેરેલી જોવા મળી તો બધાએ કહેવાનું શરૂ કર્યું કે અભિનેત્રી પ્રેગ્નન્ટ થઈ ગઈ છે.

જોકે, સોનાક્ષી ક્યાં સુધી સત્ય છુપાવી શકશે! આજે નહીં તો કાલે લોકોની સામે હકીકત તો આવવાની જ છે. લગ્ન પછી આ પહેલીવાર નથી જ્યારે સોનાક્ષીની પ્રેગ્નન્સીના સમાચારે જોર પકડ્યું હોય. આ પહેલા પણ તેના 2-3 વખત પ્રેગ્નન્ટ હોવાના સમાચાર ફેલાઈ ચૂક્યા છે. ચાહકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે અભિનેત્રી ગર્ભવતી છે અને આ જ કારણ છે કે તેણે ઉતાવળમાં લગ્ન કરી લીધા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા