રૂ. 600 કરોડની હવેલી, 300 કરોડનું જેટ…. અંબાણી પરિવારનો તો લગ્નનો પૂરો ખર્ચો જ ગીફ્ટમાં નીકળી ગયો…
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય કાર્યક્રમમાં વિશ્વભરમાંથી 14,000 મહેમાનો હાજર રહ્યા હતા. બોલિવૂડ અને બિઝનેસ જગતની ઘણી હસ્તીઓએ આ શાહી લગ્નમાં હાજરી આપી હતી અને નવવિવાહિત યુગલને તેમની અનોખી અને મોંઘી ભેટ આપી હતી. વેડિંગ ગિફ્ટ્સમાં હાઇ-એન્ડ વાહનો અને કસ્ટમ-મેઇડ જ્વેલરીની ભરમાર જોવા મળી રહી છે. ભવ્ય લગ્ન સમારોહમાં આવનારા મહેમાનોએ નવદંપતીએ એટલી બધી કિંમતી અને મોંઘી ગિફ્ટ આપી છે કે આપણને એમ લાગે કે મુકેશ અંબાણીનો લગ્નનો બધો જ ખર્ચ આ ગીફ્ટમાં જ નીકળી ગયો હશે. આવો આપણે મળેલી ગીફ્ટની યાદી જોઇએ.
નવદંપતીને સૌથી પહેલા તો અનંતના માતા પિતાએ જ ભવ્ય ગીફ્ટ આપી છે. મુકેશ અને નીતા અંબાણીએ અનંત-રાધિકાને દુબઇના પામ જુમેરાહ ખાતે એક આલીશાન હવેલી ગીફ્ટમાં આપી છે જેની કિંમત 640 કરોડ રૂપિયાથી વધુ છે. હવેલીમાં 10 બેડરૂમ અને એક ખાનગી બીચ હોવાનું કહેવાય છે. હવેલી ઉપરાંત, અનંતને તેના માતા-પિતા પાસેથી બેન્ટલી કોન્ટિનેંટલ GTC સ્પીડ કાર મળી હતી, જેની કિંમત 5.42 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તેમને માતા-પિતા તરફથી આપવામાં આવેલી કસ્ટમ-મેડ જ્વેલરીમાં રૂ.21.7 કરોડ કિંમતનું કાર્ટિયર બ્રોચ અને 108 કરોડ રૂપિયાની કિંમતના પર્લ અને ડાયમંડ ચોકરનો સમાવેશ થાય છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયો અનુસાર એમેઝોનના પૂર્વ ચેરમેન અને સીઈઓ જેફ બેઝોસે અનંત-રાધિકાને 11.50 કરોડ રૂપિયાની બુગાટી કાર ગિફ્ટ કરી છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે તેમને રૂ. 300 કરોડની કિંમતનું ખાનગી વિમાન ભેટમાં આપ્યું છે. લગ્નની ભેટોમાં અભિનેતા અને પ્રોફેશનલ રેસલર જ્હોન સીના જેવા આંતરરાષ્ટ્રીય મહેમાન તરફથી ભવ્ય ભેટ પણ સામેલ હતી. જ્હોન સીનાએ કપલને 3 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી છે. બિલ ગેટ્સે નવપરિણીત યુગલને 9 કરોડ રૂપિયાની હીરાની વીંટી આપી છે. જો કે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બિલ ગેટ્સે આ કપલને 180 કરોડ રૂપિયાની લક્ઝુરિયસ યાટ પણ ગિફ્ટ કરી છે. ગુગલના સીઇઓ સુંદર પિચાઈએ તેમને 100 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ગિફ્ટ કર્યું છે. ઇવાન્કા ટ્રમ્પે અમેરિકામાં નવવિવાહિત કપલને 80 કરોડ રૂપિયાનું આલીશાન ઘર ગીફ્ટ કર્યું છે.
આ પન વાચો : પત્નીની સામે જ સ્ટેજ પર આ કોના નામના નારા લગાવ્યા Mukesh Ambaniએ? આવું હતું Nita Ambaniનું રિએક્શન…
જો આપણે બોલિવૂડ હસ્તીઓએ આપેલી ગિફ્ટની યાદી જોઇએ તો કટરિના કૈફ અને વિકી કૌશલે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટને તેમના લગ્નમાં 19 લાખ રૂપિયાની સોનાની ચેઈન ગિફ્ટ કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 25 લાખ રૂપિયાની હાથથી બનાવેલી શાલ ભેટમાં આપી છે. અક્ષય કુમારે 60 લાખ રૂપિયાની સોનાની પેન ભેટમાં આપી છે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ફ્રાંસમાં 40 કરોડ રૂપિયાનું આલીશાન એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે. બચ્ચન પરિવારે 30 કરોડની કિંમતનો હીરા અને નીલમણિ નેકપીસ ભેટમાં આપ્યો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે કપલને 9 કરોડ રૂપિયાની ‘મર્સિડીઝ’ કાર આપી છે. સલમાન ખાને 15 કરોડ રૂપિયાની સ્પોર્ટ્સ બાઈક ગિફ્ટ કરી છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 20 કરોડ રૂપિયાની કસ્ટમાઈઝ્ડ ‘રોલ્સ રોયસ’ કાર ગિફ્ટ કરી છે.
વેલ, આ તો દેશના સૌથી અમીર ગણાતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્રના લગ્ન હતા, તેથી તેમને ત્યાં આવનારા મહેમાનો પણ ખાસ્સા વગદાર હોવાના અને તેમને મળેલી ગિફ્ટ્સ પણ એવી જ ભવ્ય હોય.