Birthday celebrity Ajit Pawarએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરતા કહ્યું કે…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ પક્ષ લાગી ગયા છે. રાજ્યના દરેક રાજકીય પક્ષ પાસે પોતપોતાના ગઠબંધન સાથે જોડાયા રહેવા સિવાય કોઈ ઉપાય નથી આથી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી એમ બે અલગ અલગ ગઠબંધનો એકબીજા સામે જંગ લડશે ત્યારે આજે મહાયુતિના એક ઘટક પક્ષ એનસીપી (અજિત પવાર)ના અધ્યક્ષ અજિત પવારનો જન્મદિવસ છે. આ જન્મદિવસે જ તેમણે પોતાના સાથી પક્ષ ભાજપ અને શિવસેના (શિંદે)ને રિટર્ન ગિફ્ટ આપી છે. અજિત પવારે સ્વબળે લડવાની જાહેરાત કરી છે.
(Ajit Pawar)પવારે જણાવ્યું છે કે વિધાનસભાની ચૂંટણી તેઓ મહાયુતિ સાથે લડશે, પરંતુ પુણે મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેઓ એકલા હાથે લડશે.
તેમણે કેસરીવાડાના લોકમાન્ય હોલમાં એનસીપી પુણે શહેર દ્વારા આયોજિત પદાધિકારીઓની બેઠકમાં કહ્યું હતું.
પુણે અને પિંપરી-ચિંચવડની સાથે રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહાયુતિ સાથે જવાનો નિર્ણય કર્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. જોકે ત્યારબાદ વળી ચૂંટણી અલગ લડવાની પણ વાત કરી.
આ પન વાચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ મહાયુતિના ઘટકપક્ષો એકલા લડી શકે છે: અજિત પવાર
પવારે શહેરના વિકાસ માટે કેન્દ્ર પાસેથી ફંડ મેળવવા રાજ્યમાં પણ એનડીએ એટલે કે મહાયુતિને જીતડવાનું આહ્વવાન કર્યું હતું. આ સાથે પુણેને બદનામ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
રાજ્યમાં ઑક્ટોબર કે નવેમ્બરના પહેલા દસેક દિવસમાં ચૂંટણી યોજાવાની સંભાવના છે. લોકસભામાં મહાયુતિને ફટકો પડ્યો છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ગઠબંધનના ભવિષ્ય માટે પણ મહત્વની છે.