આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ, હવે ઉત્તર-મધ્ય ગુજરાતનો વારો

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની શરૂઆતની સાથે જ અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખુબ ઓછો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ થઈ ગયો છે. તેની સામે ઉત્તર ગુજરાતમાં માત્ર 23.86 ટકા જ વરસાદ થયો છે અને મોટાભાગના તાલુકામાં વરસાદ નથી પડ્યો.

ધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

તેમજ વરસાદના પ્રથમ અને બીજા રાઉન્ડમાં આ વિસ્તારોમાં સાર્વત્રિક અને ભારે વરસાદ ન થતાં વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. જોકે, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે સોમવારે 22મી જુલાઈથી 26મી જુલાઈ સુધી સતત પાંચ દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ડિપ્રેશન સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ

હવામાન વિભાગની અગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગુજરાત તરફ આગળ વધતા ઉત્તર ગુજરાતને પણ અસરકર્તા હોય આગામી દિવસોમાં આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા દર્શાવામાં આવી છે. અષાઢ મહિનો થવા છતાં ઉત્તર ગુજરાતમાં મોસમનો સરેરાશ માત્ર 23.86 ટકા જ વરસાદ થયો છે. જોકે આજથી રાજસ્થાન બોર્ડર વિસ્તારના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે.

અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

આજે સોમવારે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં મધ્યમથી ભારે તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ગુરુવારે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ

મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ત્યાર બાદના બુધવાર અને ગુરુવારે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button