ટોપ ન્યૂઝનેશનલ

Parliament Monsoon session 2024 : સંસદનું ચોમાસુ સત્ર આજથી, વિપક્ષ સરકારને આ મુદ્દાઓ પર ઘેરશે

નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર(Parliament Monsoon session 2024)આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સત્રમાં વિપક્ષ દ્વારા NEET પેપર લીક, રેલવે સુરક્ષા અને કાવડ યાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દા ઉઠાવવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. જેમાં તમામ પક્ષોએ ભાગ લીધો હતો પરંતુ તૃણમૂલ કોંગ્રેસે તેમાં ભાગ લીધો ન હતો. એનડીએ તરફથી જયંત ચૌધરી અને જીતનરામ માંઝી પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા.

સરકારને તેના સાથી પક્ષોના પ્રશ્નોનો પણ સામનો કરવો પડશે. જે રાજ્યો માટે વિશેષ દરજ્જાની માગ કરી રહ્યા છે. જેમાં બિહાર અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.

સર્વપક્ષીય બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા

ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્ર પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા મીટિંગની કાર્યવાહી સંબંધિત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ NDAએ વિપક્ષની આકરી ટીકા કરી હતી. એનડીએએ તો ત્યાં સુધી કહ્યું કે આવતી વખતે તેમણે આવી મીટિંગમાં વધુ અનુભવી નેતા મોકલવાનું વિચારવું જોઈએ.

એજન્ડા અને બિલો વિશે માહિતી આપવામાં આવી
આ સર્વપક્ષીય બેઠકમાં સરકારે રાજકીય પક્ષોને સત્ર દરમિયાન સરકારના એજન્ડા અને બિલો વિશે માહિતી આપી છે. આ સિવાય સરકારે બેઠકમાં વિપક્ષી દળોને સંસદની કાર્યવાહી સુચારૂ રીતે ચાલવા દેવાનો અનુરોધ પણ કર્યો છે.

તમામ પક્ષોને આ તમામ બિલોની માહિતી પણ આપશે.

આજે સંસદ સત્રના પહેલા દિવસે સરકાર દ્વારા સદનમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. આ પછી બીજા દિવસે એટલે કે 23 જુલાઈએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલું પૂર્ણ બજેટ રજૂ કરશે. આગામી બજેટ સત્ર દરમિયાન, સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (સુધારા) બિલ-2024, બોઈલર બિલ-2024, ઈન્ડિયન એરક્રાફ્ટ બિલ-2024, કોફી (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ-2024 અને રબર (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ પાસ કરાવવાનો પણ પ્રયાસ કરશે. -2024 કરશે. સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું બજેટ પણ રજૂ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button