આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

Marathi Film સામે વાંધો પડ્યો, સંજય રાઉતને, જાણો કઈ ફિલ્મ છે?

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉતે અવિભાજિત શિવસેનાના નેતા સ્વર્ગીય આનંદ દિઘેના જીવન પર આધારિત બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધર્મવીર’ના બીજા ભાગને રાજકીય હેતુથી પ્રેરિત ફિલ્મ ગણાવી હતી. આ ઉપરાંત ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મ બનાવીને તેમનું અપમાન કર્યું હોવાનું પણ રાઉતે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દિઘેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજકીય માર્ગદર્શક માનવામાં આવે છે. 2022માં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો એ પૂર્વે જ આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ કરવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ ભાજપ સાથે હાથ મિલાવીને એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો: ‘માઝા લાડકા ભાઉ’ યોજના અંગે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન

આ ફિલ્મના બીજા ભાગનું ટ્રેલર શનિવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ બાબતે રાઉતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દગો કરનારા લોકો પોતાનો દગો યોગ્ય ઠેરવવા માટે અને રાજકીય સ્વાર્થ માટે દિઘેના નામનો ઉપયોગ કરી રહ્યા છે.

ફિલ્મમાં દિઘેના પાત્રને આપવામાં આવેલા સંવાદો મારફત જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. દિઘે શિવસેનાની સ્થાપના કરનારા સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેના વફાદાર હતા.

આ પણ વાંચો: કઠુઆ આતંકવાદી હુમલા અંગે સંજય રાઉતે ચિંતા વ્યક્ત કરી, સરકારને કર્યો આ સવાલ?

ઉલ્લેખનીય છે કે થોડા મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ દરમિયાન આ ફિલ્મ રિલીઝ થવાની હોઇ રાજકીય સ્વાર્થ હેતુ આ ફિલ્મ બનાવાઇ હોવાનો આરોપ સંજય રાઉતે મૂક્યો છે.

આ પૂર્વે પણ ચૂંટણી પહેલા જ ‘ઉરી’, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’, ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઑફ ઝાંસી’ જેવી ફિલ્મો રિલીઝ થઇ હોઇ ચૂંટણીમાં ફાયદા માટે ફિલ્મ બનાવવામાં આવી હોવાના આરોપ મૂકાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button