ઇન્ટરનેશનલ

અમેરિકામાં ભારતીય મૂળની વ્યક્તિની પત્ની સામે ગોળી મારીને કરાઈ હત્યા

વોશિંગ્ટનઃ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં ભારતીય મૂળના એક વ્યક્તિની તેની પત્ની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસ અને મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગેવિન દસૌર તેની પત્ની સાથે ઘરે જઇ રહ્યો હતો. દસૌરની પત્ની મેક્સિકોની છે અને તેણે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરની પત્ની-બાળકોની સામે ગોળી મારીને હત્યા

ઇન્ડિયાના પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટ(આઇએમપીડી)ના અધિકારી અમાન્ડા હિબસ્ચમેને જણાવ્યું હતું કે અધિકારીઓને ગયા અઠવાડિયે મંગળવારે રાત્રે ૮ વાગ્યા પછી ડાઉનટાઉન ઇન્ડીની દક્ષિણપૂર્વ બાજુએ ગોળી મારી હોવાના અહેવાલ મળ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું કે એક વ્યક્તિ જમીન પર પડ્યો હતો અને તેના શરીર પર ગોળીના નિશાન હતા. મૃતકની પત્નીએ તેની ઓળખ કરી હતી. દસૌર આગ્રાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેમના લગ્ન ૨૯ જૂનના રોજ થયા હતા.

આ પણ વાંચો: દહેજ મુદ્દે ગર્ભવતી મહિલાની હત્યા: પતિ, સાવકા પુત્રની ધરપકડ

પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે ડ્રાઇવર અને દસૌર વચ્ચે રસ્તા પરની લડાઇને કારણે ગોળીબાર થયો હતો. તેમણે કહ્યું કે શંકાસ્પદ આરોપીને સ્થળ પર જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ તપાસ બાદ અને મેરિયન કાઉન્ટી પ્રોસીક્યુટર ઓફિસ સાથે પરામર્શ બાદ તે વ્યક્તિને મુક્ત કરવામાં આવ્યો હતો. આરોપીના છૂટકારાથી સંકેત મળે છે કે હુમલાખોરે સ્વબચાવમાં હુમલો કર્યો હોઇ શકે છે. દસૌરની પત્નીએ તેના પતિને ગોળી મારવાની ઘટનાની નિંદા કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button