અમેરિકાના ઓહાયો એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનામાં ત્રણનાં મોત
વિયેનાઃ અમેરિકાના ઉત્તરપૂર્વીય ઓહાયો એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહેલું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. જેમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ટ્વિન એન્જિનવાળું બીચક્રાફ્ટ ૬૦ વિમાન શુક્રવારે સાંજે આશરે ૬-૪૫ વાગ્યે ઓહાયોના યંગસ્ટાઉન-વોરેન ક્ષેત્રીય એરપોર્ટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
આ પણ વાંચો: Mizoram: મિઝોરમમાં મ્યાનમારનું સૈન્યનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, છ ઘાયલ
ટ્રંબલ કાઉન્ટીમાં ઓહાયો સ્ટેટ હાઇવે પેટ્રોલ પોસ્ટ, જેને શનિવારે સાંજે ૭ વાગ્યા પછી સૂચિત કરવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે એરપોર્ટની ઉત્તર દિશામાં બનેલી દુર્ઘટનામાં પાઇલટ અને બે મુસાફરોના મૃત્યુ થયા હતા. એક અધિકારીએ કહ્યું હતું કે પીડિતોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને નામો પછીથી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: VIDEO: સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગી, પેશાવરમાં ઈમરજન્સી લેન્ડિંગ
વેસ્ટર્ન રિઝર્વ પોર્ટ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એન્થોની ટ્રેવેનાએ ડબ્લ્યુકેબીએન-ટીવીને જણાવ્યું હતું કે એરપોર્ટ પર એક રિઝર્વ સ્ટેશન સાથે જોડાયેલ ન હોય તેવું એક્રાફ્ટ પૂર્વ સૂચના વિના ઇમરજન્સી લેન્ડિંગ માટે આવ્યું ત્યારે આ અકસ્માત થયો હતો. સ્ટેશને યાંત્રિક ખરાબીની શંકા હોવાનું જણાવ્યું હતું. એફએએએ એક નિવેદનમાં કહ્યું કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ તપાસ કરશે.