શરદ પવારે આ મુદ્દે એકજૂથ થવાની લોકોને કરી મોટી અપીલ
મુંબઈ: શરદચંદ્ર પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના વડા શરદ પવારે પિંપરી-ચિંચવડ ખાતે એક રેલીને સંબોધી હતી અને એ દરમિયાન તેમણે મહારાષ્ટ્રને વેપાર-ઉદ્યોગનું કેન્દ્ર બનાવવા માટે લોકોને એકજૂથ થવાની અપીલ કરી હતી.
આદરમિયાન તેમણે મહારાષ્ટ્રના પહેલા મુખ્ય પ્રધાન વાય.બી.ચવ્હાણે ચલાવેલી ઝુંબેશને બદલે પુણે કઇ રીતે ઉદ્યોગનું કેન્દ્ર બન્યું હતું તે પણ લોકોને યાદ દેવડાવ્યું હતું. આ ઉપરાંત પુણે આઇટી સેન્ટરનું કેન્દ્ર તેમ જ હિંજેવાડી અને ચાકણ જેવા વિસ્તારો ઓટોમોબાઇલ ક્ષેત્રના કેન્દ્ર બન્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પવારે કહ્યું હતું કે વિકાસ અટકવો ન જોઇએ. આપણે મહારાષ્ટ્રને વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર બનાવવા માટે એકત્ર થઇને કામ કરવું પડશે. અમારી સરકારે પિંપરી-ચિચવડનો ચહેરો બદલાવી નાંખઅયો છે. અહીં ફક્ત નાનકડા ગામડાઓહતા. અમે અહીં આઇટી સેક્ટરને લાવ્યો અને અહીંના યુવાનોને નોકરીઓ અપાવી. રાજ્ય અને દેશને નવી દિશા આપ્યા વિના વિપક્ષ રાહતનો શ્ર્વાસ નહીં લે.
ઉલ્લેખનીય છે કે આ રેલી દરમિયાન ભાજપ સાથે રહેલા માધવ ક્ધિહાલકરે શરદ પવારના પક્ષનો હાથ ઝાલ્યો હતો. કિલ્હાલકર 1990-1995 દરમિયાન શરદ પવારના નેતૃત્વની મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન રહી ચૂક્યા હતા. શરૂઆતમાં કૉંગ્રેસમાં રહેલા ક્ધિહાલકર સૌપ્રથમ નાંદેડના ભોકારના વિધાનસભ્ય બન્યા હતા. જોકે હાલ તેમણે ભાજપ છોડીને શરદ પવારના પક્ષમાં પ્રવેશ કર્યો છે.