નેશનલ

એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતે જીત્યા છ મેડલ, ક્રિકેટ અને શૂટિગમાં ગોલ્ડ

હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ સાથે કુલ છ મેડલ જીત્યા હતા. જ્યારે પ્રથમ દિવસે ભારતે એશિયન ગેમ્સમાં પાંચ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતની મેડલની કુલ સંખ્યા 11 થઇ ગઇ હતી. ભારત મેડલ ટેલીમાં છ બ્રોન્ઝ, ત્રણ સિલ્વર અને બે ગોલ્ડ મેડલ સાથે છઠ્ઠા સ્થાન પર છે.

ભારતે બીજા દિવસની શરૂઆત ગોલ્ડ મેડલ સાથે કરી હતી. પુષોની 10 મીટર એર રાઈફલ ટીમમાં દ્રાક્ષ બાલાસાહેબ પાટીલ, દિવ્યાંશ સિંહ પવાર અને ઐશ્વર્ય પ્રતાપ સિંહની ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતીય શૂટર્સે કુલ 1893.7નો સ્કોર કરી વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા શૂટિગ ટીમ ઈવેન્ટમાં સૌથી વધુ સ્કોર ચીનના નામે હતો. ચીનના ખેલાડીઓએ ગયા મહિને બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 1893.3નો સ્કોર હાંસલ કર્યો હતો. ભારતીય ટીમે દેશને આ વર્ષના એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહની ટીમે પુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. જ્યારે જસવિન્દર સિંહ, આશિષ, પુનીત કુમાર અને ભીમ સિંહે રોઈંગની પુષોની કોક્સલેસ ફોર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
રોઈંગમાં ભારતને વધુ એક સફળતા મળી હતી. મેન્સ ક્વોડ્રપલ સ્કલ્સ ફાઇનલમાં પરમિંદર સિંહ, સતનામ સિંહ, જકાર ખાન અને સુખમીત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ચીને ગોલ્ડ મેડલ અને ઉઝબેકિસ્તાને સિલ્વર મેડલ જીત્યો હતો.

ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે ભારત માટે વધુ એક મેડલ જીત્યો હતો. તેણે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તોમરે 228.8 પોઈન્ટ મેળવ્યા. ચીનના શેંગ લિહાઓએ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. દક્ષિણ કોરિયાના હાજુન પાર્કે સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતની માના પટેલ સ્વિમિંગમાં છઠ્ઠા ક્રમે રહી હતી. તેણે બેકસ્ટ્રોક ઈવેન્ટમાં 50 મીટર 30.06 સેક્નડમાં પૂરી કરી હતી. તે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી.
ભારતની મહિલા રગ્બી ટીમને સિંગાપોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સિંગાપોરની ટીમ 0-15થી જીતી હતી. ભારતને અગાઉ જાપાન અને હોંગકોંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત