આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Elections: લખીને રાખો, મહારાષ્ટ્રમાં મહાયુતિ જ: ફડણવીસ

વિધાનસભાની ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે અત્યંત મહત્ત્પૂર્ણ મનાતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં યોજાયેલા ભાજપના અધિવેશનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન Devendra Fadnavisએ ચૂંટણીમાં મહાયુતિના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યમાં મહાયુતિનો જ મુખ્ય પ્રધાન બનશે.

તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે મને પૂરો ભરોસો છે કે રાજ્યમાં Mahayutiની જ સરકાર બનશે. તમે આજની તારીખ અને સમય લખીને રાખો. મહાયુતિની જ સરકાર સત્તામાં આવશે.

લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં મહાયુતિ ફક્ત ત્રણ વિરોધી પક્ષો સાથે નહીં, પરંતુ જુઠ્ઠાણા ફેલાવવાના એક ચોથા પક્ષ સાથે પણ લડી હતી. અટલ બિહારી વાજપેયીની સરકારે અનામતની મુદતનો વિસ્તાર કર્યો અને નરેન્દ્ર મોદીની સરકારે પણ વંચિતો માટે અનામત રાખવાની પરંપરાને ચાલુ રાખી, પરંતુ વિપક્ષે અનામત હટાવી દેવાશે તેવું જુઠ્ઠાણું ફેલાવ્યું.

મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ બનશે એ બાબતે રહસ્ય અકબંધ રાખતા ફડણવીસે જણાવ્યું હતું કે તમે લખીને રાખો કે રાજ્યમાં મહાયુતિનો જ મુખ્ય પ્રધાન બનશે, પરંતુ કોણ બનશે તે ન પૂછો. તમે પક્ષને મજબૂત કરવા માટે અને પક્ષના વિસ્તાર માટે કામ કરતા રહો.

આ પણ વાંચો : Good News: મહારાષ્ટ્રવાસીઓને મળશે બીજું મહાબળેશ્વર, પણ…

જીત માટે ભાજપનો માસ્ટરપ્લાન
ફડણવીસે વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારી વિશે ફડણવીસે કાર્યકર્તાઓને સૂચના આપતા સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા જણાવ્યું હતું. સોશિયલ મીડિયા મારફત વિપક્ષ દ્વારા જુઠ્ઠાણાને ઉઘાડા પાડવાનું કામ કરવા ફડણવીસે કાર્યકર્તાઓને જણાવ્યું હતું. આ ઉપરાંત દ્વારા મંડળ સ્તરે કામ કરીને વિધાનસભાની ચૂંટણી જીતવાની ભાજપની રણનિતી છે. પક્ષના ‘સુપર વૉરિયર’ બનીને શક્તિના કેન્દ્ર બનીને કામ કરવાની સલાહ ભાજપના કાર્યકર્તાઓને આપવામાં આવી છે. જિલ્લાધ્યક્ષ તેમ જ યુવા કાર્યકરો પર ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં વિસ્તારક પણ નિયુક્ત કરવામાં આવશે. મતદાન સૂચીમાં લોકોના નામ ન હોવાની ફરિયાદો દૂર કરવા ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને તેના ફાયદા લોકો સુધી પહોંચાડવાની સૂચના પણ આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે