કાવેરી જળવિવાદ: આજે બેંગલૂરુ બંધ
બેંગલૂરુ: પડોશી તમિળનાડુને કાવેરી નદીનું જળ આપવાને મામલે કર્ણાટકમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે બેંગલૂરુ અને શુક્રવારે રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરવામાં આવી છે.
`ક્નનડા ઓક્કુટા’ બેનર હેઠળ 29 સપ્ટેમ્બરે કર્ણાટક બંધની સોમવારે જ જાહેરાત કરવામાં આવી હતી.
કિસાન નેતા કુરુબુરુ શાંતાકુમારના વડપણ હેઠળની અન્ય સંસ્થાઓ અને ખેડૂતોના એસોસિયેશનની પિતૃસંસ્થા કર્ણાટક જનસંરક્ષણ સમિતિએ મંગળવારે બેંગલૂરુ બંધની હાકલ કર્યાના એક દિવસ બાદ ક્નનડા એક્ટિવિસ્ટ વતાલ નાગરાજના વડપણ હેઠળની સંસ્થાઓએ 29 સપ્ટેમ્બરે કર્ણાટક બંધની હાકલ કરી હતી. અલગ અલગ બે બંધની જાહેરાત ખેડૂતો તેમ જ ક્નનડાતરફી સંસ્થાઓ વચ્ચેના મતભેદનું પ્રતિબિંબ પાડે છે જેને કારણે કોણ ક્યા બંધને ટેકો આપે છે અને બંધને દિવસે કઈ સેવાઓ ચાલુ રહેશે એ સમજવામાં મૂંઝવણ ઊભી થઈ છે.
દરમિયાન, તમિળનાડુને કાવેરીનું જળ આપવા બેંગલૂરુ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પર પ્રતિબંધ મૂકવાની તમિળનાડુ કિસાન એસોસિયેશને માગણી કરી છે. (એજન્સી)