પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ...
ફ્રાન્સના પૅરિસમાં 26મી જુલાઈએ વિશ્ર્વનો સૌથી મોટો રમતોત્સવ શરૂ થશે
ભારતીય ઍથ્લીટોની બ્લ્યૂ જર્સી જેએસડબ્લ્યૂ ઇન્સ્પાયર, તરુણ તાહિલિયાની અને આદિત્ય બિરલા ફૅશન દ્વારા તૈયાર કરાઈ છે
કૅનેડાની ટીમ માટેનો યુનિફોર્મ લુલુલેમન નામની ડિઝાઇનર કંપનીએ ખેલાડીઓની પ્રતિક્રિયાને આધારે બનાવ્યો છે
ટીમ મોંગોલિયાનો અનોખો ડ્રેસ બે ડિઝાઇનર બહેનોએ દેશની સંસ્કૃતિ-પરંપરાને લક્ષમાં રાખીને ડિઝાઇન કર્યો છે
યજમાન ફ્રાન્સના ઍથ્લીટો માટેના આઉટફિટ 130 વર્ષ જૂની બેરુલ્ટી બ્રૅન્ડની કંપનીએ તૈયાર કરી છે
2021 ઑલિમ્પિક્સના નંબર-વન અમેરિકાની જિમ્નૅસ્ટ્સનો ડ્રેસ સૌથી આકર્ષક બની રહેશે
ઑસ્ટ્રેલિયાના ઍથ્લીટોનો ડ્રેસ તેમના ક્રિકેટરો જેવો જ યેલો અને ડાર્ક ગ્રીન છે
સ્પેનના ખેલાડીઓ માટેનો ડ્રેસ અન્યો કરતાં અલગ અને આકર્ષક છે
થાઇલૅન્ડના ઍથ્લીટો અને પ્લેયરો પણ દમદાર ડ્રેસ સાથે ઑલિમ્પિકના સ્ટેડિયમ ગજાવશે