આપણું ગુજરાત

ગુરૂપૂર્ણિમાની બગદાણા ખાતે ઉજવણી : મુખ્યમંત્રીએ દર્શન કરી ગુરુઆશ્રમની સાઇટનું કર્યું લોન્ચિંગ

ભાવનગરઃ ગોહિલવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે આજે ગુરૂપૂર્ણિમાના પર્વ નિમિતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા સીતારામ’નાં જયઘોષ સાથે મુખ્યપ્રધાનનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ. ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યપ્રધાનનાં હસ્તે આજે ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે લોન્ચિંગ કરવામાં આવ્યું

આજે ગુરુપૂર્ણિમાનાં ભાવનગર જિલ્લાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બજરંગદાસ બાપાના દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યપ્રધાનનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આજે ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા સીતારામ’નાં જયઘોષ સાથે મુખ્યપ્રધાનનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિખરબદ્ધ મંદિરનાં પગથિયા પરથી ભાવિકોનાં માનવ મહેરામણને સંબોધન આપ્યુ હતુ. તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુ પૂર્ણિમાનાં પવિત્ર અવસરે બજરંગદાસબાપાનાં ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે અવુ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગુરુઆશ્રમનાં દર્શન દરમિયાન તેમણે સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ દરમિયાન તેમણે ગુરુઆશ્રમનાં ટ્રસ્ટીમંડળ સાથે બેઠક કરવામાં આવી હતી. આશ્રમની વેબસાઇટ bagdanatemple.orgનું તેમનાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઇન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ અવસરે ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી સહિતના આગેવાનો ઉપરાંત ગુરુઆશ્રમ તરફથી ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button