સ્પોર્ટસ

રોહિત શર્મા કોને ગુરુ માને છે? રિષભ પંત હંમેશાં કોને ફૉલો કરે છે?

ગુરુ પૂર્ણિમા નિમિત્તે જાણીએ બન્નેના હૃદયના ભાવ

નવી દિલ્હી: વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર-બૅટર રિષભ પંતે પોતાની કરીઅર અને અંગત જીવન પર ખાસ કરીને કઈ વ્યક્તિની (ક્રિકેટ-લેજન્ડની) ઊંડી અસર પડી છે અને હંમેશાં એ વ્યક્તિ તેમના માટે પ્રેરણારૂપ બની છે એ વિશે પોતાના વિચારો એક વિડિયો-ઇન્ટરવ્યૂમાં વ્યક્ત કર્યા છે.

એક જાણીતી સ્પોર્ટ્સ ચેનલે રોહિત અને પંતના આ ઇન્ટરવ્યૂનો વીડિયો આજના ગુરુ પૂર્ણિમાના અવસરે રિલીઝ કર્યો હતો.
આ વીડિયોમાં રોહિતે બૅટિંગ-લેજન્ડ અને ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડ પ્રત્યેના આદરની વાત તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે પોતાને જે સફળતા મળી એ સંબંધમાં કરી છે. પંતે પોતાને અવ્વલ દરજજાનો પ્લેયર બનવામાં મહેન્દ્રસિંહ ધોનીના સમજદારીભર્યા નિર્ણયો અને અનુભવની પોતાના પર જે સકારાત્મક અસર થઈ એની તેમ જ ધોની પ્રત્યેના સન્માનની વાત કરી છે. પંત હંમેશાં મુશ્કેલીમાં માહીની મદદ લે છે.

રોહિતે વીડિયોમાં કહ્યું છે, ‘દ્રવિડભાઈ સાથેની મારી મિત્રતા વર્ષો જૂની છે. આયરલૅન્ડમાં હું તેમની કેપ્ટન્સીમાં પહેલી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો ત્યારથી અમારી વચ્ચે દોસ્તી છે. તેઓ અમારા બધાના રોલ મોડલ છે. તેમણે ટીમ માટે અને અંગત રીતે જે હાંસલ કર્યું છે એ આપણા બધાની નજર સામે જ છે. તેમણે અનેક વાર ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી અને શાનદાર કરીઅર માણી હતી. તેઓ ટીમ ઇન્ડિયાના કોચ બન્યા ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે તેમની પાસેથી ઘણું શીખવું છે અને હું ખૂબ શીખ્યો છું. તેમના કોચિંગમાં અમે માત્ર વર્લ્ડ કપ નહીં, પણ બીજી ઘણી નાની-મોટી સિરીઝ જીત્યા છીએ.’

રિષભ પંતે હૃદયના આવા જ ભાવ એમએસ ધોનીના સંદર્ભમાં વ્યક્ત કર્યા હતા. પંતે કહ્યું, ‘માત્ર મેદાન પર જ નહીં, પરંતુ ઑફ ધ ફીલ્ડ પણ એમએસ ધોની હંમેશાં મારા માટે માર્ગદર્શક બની રહ્યા છે. તેઓ હંમેશા મારી મદદે આવ્યા છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે