ઉત્સવ

શું ઉત્સાહી પ્રવાસીઓને લીધે

અમેરિકામાં ‘ક્રિકેટ ડૉલર’ ગાય બનશે?

વિચાર-વિમર્શ – સાશા

આઈસીસી ટી-૨૦ વિશ્ર્વ કપમાં અમેરિકાની ક્રિકેટ ટીમે નિશ્ર્ચિતરૂપે ભવ્ય દેખાવ કર્યો. અમેરિકાએ ગ્રુપ મૅચમાં પાકિસ્તાન જેવી મજબૂત ટીમને પરાજિત કરી એટલું જ નહીં, પરંતુ ટેસ્ટ રમનારી ભારત, દક્ષિણ આફ્રિકા જેવી ટીમોને જબરદસ્ત ટક્કર આપી અને સ્પર્ધાના સુપર-૮માં પહોંચવાનું ગૌરવ મેળવ્યું. આ મોટી સિદ્ધિ છે કારણ કે અમેરિકાના અપવાદ સિવાય સુપર-આઠમાં પ્રવેશનાર બાકીની સાત ટીમ ટેસ્ટ રમતા દેશોની હતી. અમેરિકાની હાલની ટીમમાં એક પણ સ્થાનિક ખેલાડી નથી. ક્રિકેટ રમનારા દેશોના ખેલાડીઓ અમેરિકામાં વસી ગયા અને એમાંથી ટીમ બનાવવામાં આવી. આથી એ સવાલ પ્રાસંગિક છે કે અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય કેવું છે.
આ સવાલ એ રીતે પણ મહત્ત્વનો છે, કારણ કે અમેરિકામાં ટોચની ચાર રમતો-બેસબોલ, બાસ્કેટબોલ, અમેરિકન ફુટબોલ અને આઈસ હોકી છે. આ ચારે રમતોમાં મલ્ટી મિલિયન વેતન મળે છે. મહિલાઓ અને યુવાનોમાં લોકપ્રિય થઈ રહેલી મિકસ્ડ માર્શલ આર્ટ્સ, સોકર, રગ્બી, લૈક્રોસ વગેરે પણ ક્રિકેટથી આગળ છે. નિષ્ણાતો કહે છે કે કોઈ અમેરિકન પાસે એટલો સમય નથી કે એ ક્રિકેટના સુક્ષ્મ પાસાં સમજે. જો કે આ સિક્કાની એક બાજુ છે. અમેરિકામાં મોટી સંખ્યામાં એવા લોકો રહે છે કે જે ક્રિકેટ પાછળ ગાંડા એવા દેશોમાંથી આવે છે. આથી ટી-૨૦ વિશ્ર્વ કપની જે મેચો અમેરિકામાં રમાઈ એનો જોવા સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જાય એટલા પ્રેક્ષકો આવ્યા. આ એ લોકો છે જે મૂળ ભારત, પાકિસ્તાન અને ક્રિકેટ રમતા અન્ય દેશોના હતા.
અમેરિકામાં ક્રિકેટ એનબીએનો મુકાબલો ન કરી શકે, પરંતુ તેની પાસે ઉત્સાહી અને ક્રેઝી પ્રવાસી દર્શકો છે. આને લીધે અમેરિકામાં ક્રિકેટ ડૉલર દેનારી ગાય બની શકે છે. ભલે ને અર્ધ પ્રોફેશનલ ગેમના રૂપમાં હોય. આથી એ આશ્ર્ચર્યની વાત નથી કે આઈપીએલ ફ્રેન્ચાઈઝ મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (એમએલસી)માં ટીમો ખરીદી છે, જેનું બીજું સત્ર આ વર્ષે જુલાઈમાં શરૂ થશે. આ લીગને સફળ બનાવવામાં બીસીસીઆઈનો પણ સ્વાર્થ છે. આથી તે દક્ષિણ આફ્રિકા અને અન્ય લોકોથી ભીન્ન છે. અમેરિકામાં ૪૦૦ સ્થાનિક લીગ છે જેમાં ૨,૦૦,૦૦૦ ખેલાડી ક્રિકેટ રમે છે. આ સંખ્યા સ્પોર્ટ્સ લીગ ચલાવવા માટે પર્યાપ્ત છે. અમેરિકાની જનસંખ્યા ૩૩૦ મિલિયન છે અને આમાંથી અનુમાન એ છે કે ૧૦ મિલિયન લોકો એવા છે જેનો સંબંધ દક્ષિણ એશિયામાં ક્રિકેટ રમતા દેશો સાથે છે. આ સંખ્યાની પૃષ્ઠભૂમિમાં બીજા દેશનો દાખલો લઈઅ ેતો ૫.૫ મિલિયન લોકોની વસતીવાળો ડેન્માર્કમાં સફળ પ્રો-લીગ ફૂટબોલ ચાલે છે અને એ જ રીતે નોર્વે (૪.૫ મિલિયન) અને પોર્ટુગલ (૧૦ મિલિયન)માં પણ સફલ ફૂટબોલ લીગ છે. આથી એવું કોઈ કારણ નથી કે અમરિકામાં ૧૦ મિલિયન લોકોના પાયા સાથે પ્રોફેશનલ ક્રિકેટ લીગનું આયોજન કેમ ન થઈ શકે.
જો ટિકિટના દર વાજબી રખાય તો લોકો એમએલસી જોવાનું પસંદ કરશે. અમેરિકામાં પુરતા ખેલાડી છે જેમણે સેમી પ્રોફેશનલ ક્રિકેટ બીજે રમી છે. સૌરવ નેત્રવાલકર આનો દાખલો છે. અમેરિકાની ટીમને ભારતીયો એચવનબીના રૂપમાં ગળે લગાડી શકે. આથી એમએલસીનું ભવિષ્ય સારું લાગે છે. ખાસ કરીને એનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે. ફેનબેઝ તૈયાર કરવા તે એમએલએસ (મેજર લીગ સોકર) મોડેલનો ઉપયોગ કરી શકે. એ પણ નિશ્ર્ચિત કરી શકાય કે જેની પાસે મેદાન હોય એની પાસે લાઈસેસિંગ અધિકાર પણ હોય, ગેમનો પ્રોફેશનલ બનાવવામાં ભારતીય હોશિયાર છે. ટોરેન્ટો ક્રિકેટ લીગને વેસ્ટ ઈન્ડિયન્સ સોશિયલ ઈવેન્ટની રીતે ચલાવવામાં આવે છે જેમાં ખાનપાન અને ડેટિંગ પર વધારે ભાર દેવાયો હતો. જ્યારે આમાં ભારતીયોનો પ્રવેશ થયો કે ટોરોન્ટો ક્રિકેટ લીગ એક પ્રોફેશનલ લીગ બની ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button