મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
મૂળ ગામ ધમડાછા નિવાસી હાલ મલાડ દલપતભાઈ પટેલ (ઉં. વ. ૮૪) ગુરુવાર તા.૧૧/૭/૨૪ના પ્રભુશરણે થયેલ છે. તે જસવંતીબેનના પતિ. નીતા, જયશ્રી, કેતન, કમલેશના પિતાજી. ધરમેન્દ્ર, ચેતન, રૂપલ અને કવિતાના સસરા. સ્વ. છગનભાઈ અને સ્વ.ગંગાબેનના પુત્ર. સ્વ. રણછોડભાઈ અને સ્વ. વિજયાબેનના જમાઇ. રમાબેન, સ્વ. ધનુબેન અને નટવરભાઈના ભાઇ. પુચ્છપાણી: ૨૨/૦૭/૨૦૨૪ સોમવારે ૩:૩૦થી ૪:૩૦. દલપતભાઈ છગનભાઈ પટેલ એ-૬૦૧, મોરેશ્ર્વર કૃપા લિબર્ટી ગાર્ડન, રોડ નં-૩, મલાડ- વેસ્ટ.
કપોળ
સાવરકુંડલાવાળા, હાલ ઘાટકોપર સ્વ. કપુરલાલ ત્રિભુવનદાસ મહેતાના પુત્ર સ્વ. પ્રવીણચંદ્રના પત્ની રમાબેન (ઉં. વ. ૯૦) તે સુરેશ, સ્વ. ગિરીશ, કિરણ, મીનાના માતુશ્રી. તે ગીતા, નૈના, પ્રજ્ઞાના સાસુ. ૧૯-૭-૨૪, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચન્દ્રકાંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, હર્ષદભાઈ, હરેશભાઈ, સ્વ. ભાનુબેન, તરલાબેન, શોભનાબેનના ભાભી. પિયર પક્ષે ડુંગરવાળા સ્વ. સવાઇલાલ પુરશોતમદાસ મહેતાના દીકરી. રહેઠાણ: કિરણ મહેતા, બી-૪૦૬, ટેરાફોર્મ દ્વારકા, ઘાટકોપર રેલવે સ્ટેશનની સામે, નિલયોગ મૉલની બાજુમાં, ઘાટકોપર પૂર્વ. પ્રાર્થનાસભા અને સર્વે લૌકિક વ્યવહાર રાખેલ નથી.
વૈષ્ણવ
ગામ રાજકોટવાળા હાલ (મુંબઈ) સ્વ. ગુણવંતલાલ મગનલાલ સિધ્ધપુરાના ધર્મપત્ની સ્વ. સુનીતાબેન (ઉં. વ. ૬૮) ૧૯-૭-૨૪ને શુક્રવારના શ્રીજી રામચરણ પામેલ છે. તે ગં.સ્વ. જયાબેન તથા સ્વ. મગનલાલ માધવજી સિધ્ધપુરાના પુત્રવધૂ. સ્વ. હિતેશભાઈ તથા સચિનભાઈના માતુશ્રી. ગામ ભાવનગરવાળા સ્વ. બાલુભાઈ ભાણજીભાઈ ચૌહાણના દીકરી. પ્રાર્થનાસભા ૩.૩૦ થી ૫.૩૦ કલાકે ૨૨-૭-૨૪ સોમવારના દિવસે રાખેલ છે. સ્થાન: બ્લેવેટસ્કી લોજ, થિયોસોફીકલ સોસાયટી, ૭ ફ્રેન્ચ બ્રિજ, મુંબઈ ૪૦૦૦૦૭.
કપોળ
અમરેલીવાળા (હાલ બોરીવલી) સ્વ. શાંતાબેન કાંતિલાલ સંઘવીના પુત્ર વિનોદભાઈના ધર્મપત્ની સૌ. મંજુલાબેન (ઉં. વ. ૫૯) ૧૯-૭-૨૪ના રોજ સદ્ગતિ પામેલ છે. તેઓ હેમલ-નિપુલના માતા. સોનલ-નિશિતાના સાસુ. પ્રણિત-આવીશના દાદી. સ્વ. અનુભાઈ-સ્વ. જશુબેન-સ્વ. ચંદ્રીકાબેનના ભાભી. માંડવીવાળા સ્વ. ચંપાબેન નારણજી મહેતાના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
વસઈ નિવાસી વસંતભાઈ ધાણક (રાજુલા) (ઉં. વ. ૬૯) ૧૮-૭-૨૪ના ગુરુવારના અક્ષરનિવાસી થયેલ છે. તેઓ સ્વ. પ્રભુદાસ આત્મારામભાઈ ધાણકના દીકરા. માલતીબેનના પતિ. સ્વ. નીલેશ તથા વીકીના પિતાશ્રી. જ્યારે તેઓ જેન્તીલાલ લાખાભાઈ સલ્લા (હલેન્ડા)ના જમાઈ અને રમેશભાઈ, રમણભાઈ, રંજનબેન ગોરધનભાઈ સાગર, નિર્મળાબેન ઘનશ્યામભાઈ સાગરના નાના ભાઈ. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. બબીબેન ઠક્કર (ઉં. વ. ૯૪) ગામ ગોયલા હાલે અંધેરી તે સ્વ. મોરારજી હરિરામ ગણગણાત્રાના ધર્મપત્ની. તે સ્વ. વેલજી કુંવરજી તન્નાની સુપુત્રી. સ્વ. બાબુભાઇ, સ્વ. ધનજીભાઇ, સ્વ. કસ્તુરીબાઇ ચત્રભુજ આઇયાના ભાભી. ચંદ્રકાન્તભાઇ, પરેશભાઇ, ઉમેશભાઇના માતુશ્રી. અરુણાબેન, પ્રીતીબેન, રૂપાબેનના સાસુમા. શુક્રવાર તા. ૧૯ જુલાઇ ૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૧ જુલાઇ ૨૪, સાંજે ૪થી ૬. ઠે. ગોપુરમ હોલ, આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા નિવાસી હાલ મલાડ દાણી અશોકભાઇ મહેતા (ઉં. વ. ૭૫), તે ગં. સ્વ. કુંદનબેન રમણીકલાલ મહેતાના પુત્ર. નયનાબેનના પતિ. ચિરાગભાઇ તથા વૈશાલીબેનના પિતાશ્રી. સ્વ. ઇન્દ્રવદનભાઇ, દિલીપભાઇ, પૂર્ણિમાબેન પ્રદ્યુમન વળિયા, સ્વ. પલ્લવી લલિતભાઇ પટેલના ભાઇ. સસરાપક્ષે ગં. સ્વ. હંસાબેન શશીકાંતભાઇ મોદીના જમાઇ. શુક્રવાર, તા. ૧૯-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૨-૭-૨૪ના ૫થી ૭. ઠે. કાંદિવલી હાલાઇ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, શંકર મંદિરની નજીક, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ),લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ જ્ઞાતિ
ટીંટોઇ નિવાસી હાલ ભાયંદર પારુલ ભટ્ટ (ઉં. વ. ૫૨) તા. ૧૮-૭-૨૪ના ગુરુવારે દેવલોક પામ્યા છે. તે હરેશ નવનીતલાલ ભટ્ટના પત્ની. સ્વ. મંજુલાબેન અને સ્વ. નવનીતલાલ ગંગારામ ભટ્ટના પુત્રવધૂ. પંકજભાઇ તથા જયેશભાઇના ભાભી. ભાવનાબેન તથા હિનાબેનના દેરાણી. સ્વ. અરુણાબેન અને સ્વ. મહેશ્ર્વર ગિરજાશંકર ઠાકરના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૧-૭-૨૪ના રવિવારે સાંજે ૪થી ૬. ઠે. માતુશ્રી લીલાવતી નંદલાલ મહેતા કપોળવાળી હોલ, ૧લે માળે, ગીતાનગર, આકાર ટાવરની પાસે, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ), પિયર પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
ગામ સાવરકુંડલા હાલ ગોરેગામ નિવાસી સ્વ. કાલીદાસ પૂંજાલાલ ટાંકના પુત્ર રમણલાલ કાલીદાસ ટાંક (ઉં. વ. ૮૨) તા. ૧૯-૭-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે શામજીભાઇ ફૂરજી ચોટલીયાના જમાઇ. શારદાબેનના પતિ. સ્વ. શાંતિભાઇ, સ્વ. સુશીલાબેન, વાસંતીબેનના ભાઇ. પરાગના પિતા. નીશાના સસરા. પ્રાર્થનાસભા તા. ૨૧-૭-૨૪ સોમવારના સાંજે ૪થી ૬. ઠે. જવાહરનગર હોલ, જવાહરનગર, ગોરેગામ (વેસ્ટ).
હાલાઇ લોહાણા
ગામ સલાયા જામખંભાળીયા હાલ દહીસર સ્વ. અશ્ર્વિનભાઇ પંચમતિયા તા. ૧૮-૭-૨૪ (ઉં. વ.૬૪) શ્રીજીચરણ પામેલ છે. સ્વ. પુષ્પાબેન હરકીસનદાસ પ્રાગજી પંચમતિયાના સુપુત્ર. શોભાબેનના પતિ. યોગેશભાઇ અને શૈલેશભાઇ પંચમતિયા તથા પન્નાબેન ગાંધીના નાનાભાઇ. ધારા અને અંકિતના પિતા. સ્વ. કલાવતી લીલાધર રતનશી મજીઠીયાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૨-૭-૨૪ના ૫થી ૭. ઠે. વિદ્યામંદિર બેન્કવેટ હોલ, વિદ્યામંદિર સ્કૂલની નીચે (વીપીએમ), દહીંસર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની સામે, સી.એસ. રોડ, દહીંસર (પૂર્વ).
ઉમરેઠ ખડાયતા
ઠાસરા નિવાસી હાલ મીરારોડ બાલમુકુંદ (ગોપાલભાઈ) શાહ તા.૧૪/૭/૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કનૈયાલાલ ચંદુલાલ શાહ તથા સ્વ.ચંપાબેન શાહના પુત્ર. ગં. સ્વ. નીતા શાહના પતિ. પૂરવ, હાર્દિકના પિતાશ્રી. પાયલ, મેઘાના સસરા. ટ્વિશાના દાદા. સદગતનું બેસણું તા.૨૬/૭/૨૦૨૪ શુક્રવારના ૯ થી ૧૦. મીની પાર્ટી હૉલ, સેક્ટર ૭, ઈ/૪, શાંતિ નગર, સ્વામિનારાયણ મંદિર સામે, મીરારોડ (ઇસ્ટ).
મોડાસા એકડા વિશા ખડાયતા
હાલ નિવાસી કાંદિવલી હર્ષદભાઈ મનસુખલાલ શાહ (ઉં. વ. ૬૯) તે ૧૮/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. અંકુર તથા ભૂમિના પિતા. આગ્યા તથા દિનેશકુમારના સસરા. અરવિંદભાઈ, પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, ચંદ્રિકાબેન સતીશકુમારના ભાઈ. જીતેન્દ્રકુમાર વાડીલાલ ધનસુરાવાળાના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૨/૭/૨૪ના સોમવાર ૪ થી ૬. વર્ધમાન સ્થા જૈન સંઘ, ગ્રાઉન્ડ ફ્લોર, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી રોડ બોરીવલી વેસ્ટ.
ગુર્જર સુથાર
સ્વ. રેખાબેન પરેશભાઈ ચંદવાનીયા (ઉં. વ. ૫૭) હાલ કાંદિવલી તે ૧૯/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.વિમળાબેન હરકિશનભાઈ ચાંપનેરાના સુપુત્રી. મુકુંદભાઈ, ધવલભાઈ ચંદવાનીયાના માતુશ્રી. યોગેશભાઈ તથા સતિષભાઈના મોટાબહેન. પ્રાર્થનાસભા ૨૧/૭/૨૪ના ૪ થી ૬. પાવનધામ હોલ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ દહિસર રવીન્દ્રભાઈ ગોરધનદાસ ચિતલીયાના ધર્મપત્ની અ.સૌ.ઉષાબેન (ઉં. વ. ૭૫) તે ૧૯/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે કુણાલના માતુશ્રી. અ.સૌ.અમીશાના સાસુ. સ્વ.ભુપેન્દ્રભાઈ, ગં.સ્વ.જ્યોતિબેન માધવદાસ, સ્વ.ભામિનીબેન સુરેશચંદ્ર, ગં.સ્વ.વસુબેન કાકુભાઇ, સ્વ.મીનાબેન અનંતરાયના ભાભી. તે પિયરપક્ષે ચિતલવાળા વિજયભાઈ હિંમતલાલ જમનાદાસ, સ્વ.ઇન્દુબેન ઈશ્ર્વરલાલ, ગં.સ્વ.કિરણબેન પ્રકાશભાઈના બહેન. પ્રાર્થનાસભા ૨૨/૭/૨૪ના ૫ થી ૭. બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, બી-૩૦૧, ડાયમોડા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ બિલ્ડીંગ, દહિસર પેટ્રોલ પંપની બાજુમાં, એસ. વી રોડ, દહિસર ઈસ્ટ.
કપોળ
અમરેલીવાળા હાલ બોરીવલી સ્વ.શાંતાબેન કાંતિલાલ સંઘવીનાં પુત્ર વિનોદભાઈનાં ધર્મપત્ની સૌ. મંજુલાબેન (ઉં. વ. ૫૯) તા.૧૯/૭/૨૦૨૪ના સદગતિ પામેલ છે. તે હેમલ – નિપુલનાં માતા, સોનલ – નિશિતાના સાસુ. પ્રણિત – આવીશના દાદી. સ્વ.અનુભાઈ – સ્વ.જશુબેન – સ્વ.ચંદ્રીકાબેનના ભાભી. માંડવીવાળા સ્વ. ચંપાબેન નારણજી મહેતાના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
કંડોળિયા બ્રાહ્મણ
મહુવાવાળા, હાલ – કાંદિવલી સ્વ.મંજુલાબેન તથા પરશુરામ રતીશંકર વ્યાસનાં સુપુત્ર અતુલભાઈ (ઉં. વ. ૬૨) તા.૧૯/૭/૨૦૨૪ને શુક્રવારના કૈલાસવાસી થયેલ છે. તે કિરણભાઈ તથા સ્વ.પ્રશાંતભાઈનાં નાનાભાઈ. સ્વ.અ.સૌ.કૈલાશબેન અને નીલમબેનના દિયર. વિશાલ, અ.સૌ.મનીષા મિહિર જોશી, અ.સૌ.ડિમ્પલ આકાશ મહેતાનાં કાકા. મોસાળપક્ષે મુકુંદરાય લક્ષ્મીશંકર અધ્યારુના ભાણેજ. સર્વપક્ષની સાદડી, તા.૨૧/૭/૨૪ને રવિવાર ૪ થી ૬. લૌકિક ક્રિયા ઘરમેળે રાખેલ છે. ત્રિલોક પાર્ક (જૂનું ભાનુ પાર્ક ) કોમ્યુનિટી હોલ, બી વીંગ, ૧૨માં માળે, અડુકિયા રોડ, કાંદિવલી – વેસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?