લડવૈયાઓની ઐતિહાસિક સફરનાં સીમાચિહ્નોનો સાક્ષી કચ્છ પ્રદેશ
વલો કચ્છ – પૂર્વી ગોસ્વામી
જેમનાં બલિદાનોએ આપણાં માટે આઝાદીને વાસ્તવિકતા બદલી આપી હતી એ બલિદાનીઓની ઐતિહાસિક સફરના સીમાચિહ્નો, સ્વતંત્રતા ચળવળો વગેરેનું પુનરાવલોકન આપણે વારંવાર કરતા હોઈએ છીએ જે આપણા જ્વલંત ભૂતકાળને પ્રસ્તુત કરે છે. આઝાદી માટે ખપનારાઓમાં પારસી સમુદાયનું એક કર્મનિષ્ઠ વ્યક્તિત્વ પણ સ્મરણમાં આવે જેનો કચ્છ સાથે અપ્રત્યક્ષ નાતો રહ્યો હતો. તે છે દાદાભાઈ નવરોજી અને તેમનો પરિવાર.
ઇંગ્લેન્ડના ઉદારમતવાદીઓના ટેકાથી બ્રિટિશ સંસદના પ્રથમ હિન્દી સભ્ય તરીકે ચૂંટાયેલા દાદાભાઇએ બ્રિટિશ સંસદમાં હિન્દના પ્રશ્ર્નોની સચોટ રજૂઆત કરી હતી તથા હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને સ્વરાજ્ય આપવાનો બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો હતો. આ લડત વખતે દાદાભાઇએ કચ્છના રાજવી પરિવાર સાથે ગાઢ સંબંધો હોવાથી સલામતીના હેતુસર તેમના એકના એક પુત્રને પરિવાર સાથે કચ્છમાં સ્થાયી કર્યા હતા. દાદાભાઇના દીકરા ડૉ. અરદેશર નવરોજીના સંતાનોમાં ડૉ. મેહેર, પેરીન, ગોશી, ખુરશીદ, સરોષ, જાહલ, કર્ષષ્પ દરેકની વિશિષ્ટ કારકિર્દી હતી.
ડૉ. મેહેર, ૧૯૦૬માં ઇંગ્લેંડની એડિનબર્ગ યુનિવર્સિટીમાં મેડિકલની ડિગ્રી મેળવનાર તે વર્ગમાં એકમાત્ર ભારતીય મહિલા હતા. MBBS થયાં બાદ તેઓ સિંધ સ્થાયી થયા હતા, પરંતુ કચ્છના સ્થાનિક લોકોની તબીબી સેવાર્થે કોઈ મહિલા તબીબ ન હોતા રાજવી પરિવાર દ્વારા તેમને કચ્છ બોલવવામાં આવ્યા અને પછીથી જીવનપર્યંત તેઓ ભુજમાં જ રહ્યા. દાદાભાઈની અન્ય પૌત્રીઓ પેરીન, ગોશી, ખુરશીદ લંડનમાં શ્યામજી સાથે રહીને સ્વતંત્રતા લડત ચલાવી હતી. મુંબઈ ખાતે મેડમ કામાની અંતિમ ક્ષણોમાં સેવા શુશ્રૂષા પણ આ દીકરીઓએ જ કરી હતી. પેરીન તો ભારતની પ્રથમ મહિલા પદ્મશ્રી હાંસલ કરનાર સન્નારી હતી.
દાદાભાઈના અંતિમ વંશજ સરોશ પણ વિદેશથી MBBS ભણી કચ્છના એટેચી ટુ કમિશનર બન્યા હતા અને જીવનપર્યંત કચ્છમાં જ રહ્યા. તેમની હજુ હમણાં ૧૯મી જુલાઇએ ૧૪૪મી જન્મજયંતી ઉજવાઇ. ભુજમાં હયાત એકમાત્ર પારસી પરિવારના પેસ્તનજી ભુજવાલા કહે છે કે, ‘સરોશ પરત કચ્છ આવી ગયા તેના કેટલાય વર્ષો પછી તેમને જાણ થઈ હતી કે તેઓ ડૉકટરની પરીક્ષામાં પાસ થયા હતા જોકે તેમને કોઈ આશા ન હતી, પણ એ પહેલા તેઓ કચ્છના રાજ પરિવારમાં એઇડ -દે- કેમ્પ તરીકે ફરજ બજાવતા હતા અને પાછળથી એટેચી ટુ કમિશ્નર તરીકે નિમણૂક પામ્યા હતા. ‘આ બંને ભાઈ-બહેનની રાજવી પરિવાર સાથે રોજની બેઠક થતી. સરોશ નવરોજીએ લગ્ન કર્યા ન હતા. જહાન ભુજવાલા કહે છે કે,’ હું પાંચ વર્ષનો હતો ત્યારે મેં સરોશ અંકલને જોયેલા છે તેઓ સ્પષ્ટ વક્તા હતા. એકદમ સખ્ત વલણ ધરાવતા, કોઈ પણ તેમની ખોટી રીતે મસ્તી કરી શકે નહીં. તેમના જીવન જીવવા માટેના સિદ્ધાંતો માટે તેમને કોઈ દિવસ બાંધછોડ કરી ન હતી. વર્ષ ૧૯૮૦માં જેફ વયે સરોશ નવરોજી અવસાન પામ્યાં. ‘તેમની કબર ભુજ પારસીઓના કબ્રસ્તાનમાં આવેલી છે. ભુજ અને માંડવીમાં રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી આ કબરોની દેખરેખ આજે ‘કચ્છ પારસી અંજુમન ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવે છે. તેમના અવસાન બાદ ‘સરોશ અરદેશર નવરોજી એન્ડોવમેન્ટ ફંડ ’ના નામે ટ્રસ્ટ ચાલે છે જે શિક્ષણ, પશુ કલ્યાણ તથા પ્રકૃતિ સંરક્ષણનું કામ કરે છે.
ભાવાનુવાદ: જેંજા બલિડાન પાંજે ડેસજી આજાધિ ગ઼િનાયલા મધધ ક્યોં. હુન બલિડાનીએંજી ઐતિહાસિક સફરજા સીમાચિહ્ન, સ્વતંત્રતા ચડ઼વડ઼ વિગેરે કે પાં અવારનવાર જાધ કરીંધા વોંતા જુકો પાંજે જ્વલંત ભૂતકાલકે રજુ કરેતો. આજાધિલા જુકો ખપી વ્યા તેમેં પારસી કોમજો હિકડ઼ો કર્મનિષ્ઠ વ્યક્તિત્વ પ સમરણમેં અચેતો જેંજો કચ્છ સાથે અપ્રત્યક્ષ નાતો રયો વો. ઇ આય દાદાભાઈ નવરોજી નેં ઇનીજો પરિવાર.
ઇંગ્લેન્ડજે ઉદારમતવાદીએંજે ટેકેસેં બ્રિટિશ સંસધજા પેલા હિન્દી સભ્ય તરીકે ચૂંટાલ દાદાભાઇ બ્રિટિશ સંસધમેં હિન્દજી સમસ્યાઉં સાહસભેર રજુ કરીંધા વા નેં હિન્દકે જવાબદાર રાજ્યતંત્ર નેં સ્વરાજ્ય ડેરાયેલા બ્રિટિશ સિરકારકે જોર પ કરીંધા વા. હિન લડ઼ત ટાંણે દાદાભાઇ કચ્છજે રાજવી પરિવાર ભેરાજા ગાઢ સંબંધ હૂંધે જે કારણે સલામતીકે ન્યાર્યો નેં ઇનીજા હિકડ઼ે-હિકડ઼ા પુતર ડો અરદેશર કે પરિવાર સમેત કચ્છમેં સ્થાયી ક્યા. ડૉ. અરદેશર નવરોજીજે સંતાનેમેં ડૉ. મેહેર, પેરીન, ગોશી, ખુરશીદ, સરોષ, જાહલ, કર્ષષ્પ હી મિડેજી વિશિષ્ટ કારકિર્દી હૂઇ.
ડો. મેહેર, ૧૯૦૬ મેં ઇંગ્લેંડજી એડિનબર્ગ યુનિવર્સિટીમિંજા મેડિકલજી ડિગ્રી ગિનંધલ પેલા ભારતીય મહિલા વા. ખઇઇજ ર્થ પૂંઠીયા હિની સિંધ સ્થાયી થ્યા વા પ કચ્છજે લોકલ માડૂએંજી તબીબી સેવાલા કો મહિલા તબીબ ન હૂંધે રાજવી પરિવાર ભરામ ઇનીકે કચ્છ બોલાયમેં આયા વા નેં પૂંઠીયાનું ઇનીજો સજો જીયણ ભુજમેં જ પસાર થ્યો. દાદાભાઈજી બિઇયું પોતરીયું પેરીન, ગોશી, ખુરશીદ લંડનમેં શ્યામજી ભેરા રિઇને આજાધિજી લડત લડ્યા વા. મુંભઈ મેં મેડમ કામાજી મૃત્યુ ટાણે સેવા ચાકરી પ હીની ધીરું જ કિઇ હૂઇ. પેરીન ત ભારતજી પેલી મહિલા પદ્મશ્રી હાંસલ કરીંધલ સન્નારી વા.
દાદાભાઈજા અંતિમ વંશજ સરોશ પ વિડેસનું MBBS ભણે કચ્છજા એટેચી ટુ કમિશનર ભન્યા વા નેં સજી જિંધગી કચ્છમેં જ રહ્યા.. ઇનીજી અનાં હેવર ૧૯ જુલાઇજો ૧૪૪મી જન્મજયંતી ઉજવાણી. ભુજમેં હયાત પારસી પરિવારજા પેસ્તનજી ભુજવાલા ચેંતા, ‘સરોશ પાછા કચ્છ અચી વ્યા નેં કિતરાય વરે પૂંઠીયા ઇનીકે ખિબર પિઇ ક ઇ ડાકતરીકી પરીક્ષામેં પાસ થ્યા વા જકા ઇનીકે કો પ આશા ન હૂઇ. પ હિન પેલા સરોશ કચ્છજે રાજ પરિવારમેં એઇડ -દે- કેમ્પ તરીકેં ફરજ બજાઇંધા વા નેં પોય એટેચી ટુ કમિશ્નર તરીકેં નિમણૂક પામ્યા વા.’ હી બોય ભા-ભેણેંજી રાજવી પરિવાર ભેરી રોજજી બેઠક હુંઇ. સરોશ નવરોજી પેંણ્યા ન વા. જહાન ભુજવાલા ચેંતા ક, ‘આઉં પંજ વરેજો વો નેર આઉં સરોશ અંકલકે નેર્યો આય નેં ઇની ચુટા વક્તા વા. હિકડ઼ેધમ કડ઼ક સ્વભાવ જે કારણ કો પ ઇનીજી ખોટી મસ્તી કરી ન સગ઼ે. ઇનીજે જીયણજા સિદ્ધાંતજે માટે કડે બંધી ન છડે વે. વરે ૧૯૮૦મેં વડી ઉમરેં સરોશ નવરોજી પિંઢજા છેલા સા ગિડ઼ો.’ ઇનીજી કિબર ભુજ પારસીએંજે કબ્રસ્તાનમેં આવલ આય. ભુજ નેં મડઇમેં રાષ્ટ્રીય બરૂકાઇવારી હિન કિબરેંજી ડેખરેખ અજ ‘કચ્છ પારસી અંજુમન ટ્રસ્ટ’ ભરાં કરેમેમ અચેતિ. ઇનીજે અવસાન પોઆ ‘સરોશ અરદેશર નવરોજી એન્ડોવમેન્ટ ફંડ’ ‘જે નાંલે પ હિકડો ટ્રસ્ટ હલેતો જુકો શિક્ષણ, પશુ કલ્યાણ તીં પ્રકૃતિ સંરક્ષણજો કામ કરેંતા.’