મનોરંજન

Sonakshi Sinhaએ કરી પોસ્ટ, લગ્નથી ખુશ તો છું પણ એક વાતનો અફસોસ છે…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા-ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha-Zahir Iqbal Marraige)ને હજી એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને લગ્નના એક જ મહિનામાં સોનાક્ષીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોનાક્ષીએ જણાવ્યું છે લગ્ન બાદ તેઓ ખૂબ જ ખુશ છે, પણ તેમ છતાં તેને એક વાતનો અફસોસ છે…

આ પણ વાંચો: સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…

સોનાક્ષીને આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને તમને પણ એ જાણવાની તાલાવેલી થઈ ગઈ છે ને કે આખરે આ નવી નવેલી દુલ્હનને કઈ વાતનો અફસોસ થઈ રહ્યો છે? ચાલો તમને જણાવીએ આખો મામલો-

આ પણ વાંચો: લો હવે નવી વાત બહાર આવીઃ લવને બહેન સોનાક્ષી સાથે નહીં પણ આ વ્યક્તિ સાથે નથી મેળ

વાત જાણે એમ છે કે સોનાક્ષી સિન્હા પણ અન્ય બોલીવૂડ એક્ટ્રેસની જેમ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેણે આજે જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ ફોટો શેર કરવાની સાથે જ સોનાક્ષીએ પોતાની અધૂરી ઈચ્છા વિશે પણ જણાવ્યું છે.

સોનાક્ષીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું એક શાંત બેચલરેટ પાર્ટી કરવા માંગતી હતી, પરંતુ છોકરીઓએ મને ડ્રેસ અપ કરવા અને આખી રાત નાચવા માટે મજબૂર કરી દીધી હતી. સોનાક્ષીએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે જોકે, મને એ વાતની કોઈ ફરિયાદ નથી. દરમિયાન સોનાક્ષી સિન્હાએ જે ફોટો શેર કર્યા છે એ એ એની બેચલરેટ પાર્ટીના જ છે.

આ પણ વાંચો: સોનાક્ષી-ઝાહિરના ટ્રોલર્સને શત્રુઘ્ન સિંહાએ આપી ચેતવણી, કહ્યું….

અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષીની આ પોસ્ટ પહેલાં ઝહિર ઈકબાલે પણ એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. પરંતુ બાદમાં વાતમાં કંઈ ખાસ માલ નહોતું. ઝહિરે આ વાત સ્વાભાવિકપણે જ મજાકમાં કહી હતી અને હવે સોનાક્ષીની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button