રાજકોટ

વિવાદ ગોધરામાં અને NEET UG પરીક્ષામાં ઝળક્યું રાજકોટ ! રાષ્ટ્રીય સ્તરે ચર્ચા

સુપ્રીમ કોર્ટના આદેશ પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ શનિવારે 20 જુલાઈના રોજ NEET UG પરીક્ષાનું શહેર અને કેન્દ્ર મુજબનું પરિણામ જાહેર કર્યું. NEET-UGના જાહેર થયેલા પરિણામમાં રાજકોટ ચમકી જતાં વધુ એક વિવાદ આ પરીક્ષા સાથે સંકળાયેલો સામે આવે તો નવાઈ નહીં રહે. સમગ્ર પરીક્ષામાં એકલા રાજકોટના જ 115 વિદ્યાર્થીઓના માર્ક 600 થી ઉપર માર્ક્સ આવ્યા છે. જ્યારે 12 વિધાર્થીઓના 700થી વધુ માર્ક્સ આવ્યા છે. રાજકોટની જ આર કે યુનિવર્સિટીમાં પરીક્ષા આપનારા 85 ટકા વિધાર્થીઓએ પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે. રાજકોટના 22701 નંબરના સેનાતર પર 1968 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિક્ષાર્થીઓમાના 269 વિધાર્થીઓ 600થી વધુ માર્ક્સ અને 403 વિધાર્થીઓએ 550 થી વધુ માર્ક્સ મેળવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રાજકોટના આ પરિનામની રાષ્ટ્રવ્યાપી ચર્ચા થઈ રહી છે.

વિવાદિત ગોધરા સેંટરમાં કોઈ જ ટોપર નહીં

શનિવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG પરીક્ષાનું શહેર અને કેન્દ્ર મુજબનું પરિણામ જાહેર કર્યું. આ પરિણામ જાહેર થતાં જ દેશ આખાની નજર વિવાદિત પરીક્ષા કેન્દ્ર ગોધરા પર નજર હતી. ગોધરાના જય જલારામ સ્કૂલમાં થ્યેલા વિવાદ અને નાણાં લઈને આખા રેકેટના થ્યેલા ભ્ંડાફોડ બાદ આ કેન્દ્રના 2 વિદ્યાર્થીઓએ 600 માર્કસ મેળવ્યા છે. આ સિવાય કોઈપણ ઉમેદવારને 600થી વધુ માર્ક્સ મળ્યા નથી

NEET UG પરીક્ષાનું શહેર અને કેન્દ્ર મુજબનુંપરિણામ સત્તાવાર વેબસાઇટ nta.ac.in પર જાહેર કરવામાં આવ્યું છે. આમાં ઉમેદવારોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ખાસ વાત એ છે કે વિવાદાસ્પદ ગોધરા અને હજારીબાગ કેન્દ્ર પરથી કોઈ ઉમેદવાર ટોપર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button