આપણું ગુજરાતરાજકોટ

કુદરતના કસોટીટાણે માણસાઈની જીત : જળબંબાકાર પરિસ્થિતિમાં 108 ઍમ્બ્યુલન્સનું દિલધડક રેસ્ક્યૂ

ધોરાજી: સૌરાષ્ટ્રમાં વરસી રહેલી આકાશી આફતને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. અતિભારે વરસાદને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. આ દરમિયાન વરસાદની વચ્ચે સગર્ભાને હોસ્પિટલ લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ ગઇ હતી. જેનું ગામલોકોએ દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું.

રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અહી ખાબકેલા 15 ઇંચ જેટલા વરસાદમાં ધોરાજી તાલુકાનું કલાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામની ચારેકોર ભરાયેલા ભરાયેલા પાણીના લીધે વાહનવ્યવહાર ખૂબ જ પ્રભાવિત થયો છે. આ દરમિયાન ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.

જો કે આ દરમિયાન ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા. ઉપલેટા જવાના રોડ પરના પાણીના વહેણ ફરી વળ્યા હતા. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ચૂકી હતી. બાદમાં આ મામલે ધોરાજી મામલતદારને જાણ કરવામાં આવી તેમણે ગામના સરપંચને રેસ્ક્યૂની કામગીરી કરવા જણાવ્યું હતું. અંતે ગામલોકો આ રેસ્ક્યૂમાં જોડાયા હતા અને ટ્રેક્ટર લઈને ઍમ્બ્યુલન્સને કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujaratના સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં Dwarka માં સૌથી વધુ 15 ઇંચ વરસાદ

કલાણા ગામમાંથી નીકળ્યા બાદ આગળના કાથરોટા, સમઢીયાળા ગામે પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મામલતદારે પોતે જ દોરડા બાંધી વહેણ વચ્ચે એમ્બ્યુલન્સ સુધી પહોંચી દર્દીની ખબર લીધી હતી. તેમજ જરૂર પડ્યે JCB માં દર્દીને લઈ જવાની તૈયારી દર્શાવી. પરંતુ દર્દીને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાની સ્થિતિમાં અન્ય રસ્તે એમ્બ્યુલન્સ આગળ વધારી ત્રણ કલાકની જહેમત બાદ 108 ઉપલેટા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ પહોંચી હતી.

રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપલેટા મામલતદાર એમ. ટી. ધનવાણી, નાયબ મામલતદાર મહેશ કરંગીયા, ધોરાજી મામલતદાર એ.પી. જોશી, પોલીસ વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં માનવીય સહાય મળી હતી. આ તકે કલેકટર દ્વારા 108 અને ધોરાજી તેમજ ઉપલેટાની વહીવટી તંત્રની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ચોમાસાની ઋતુમાં ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં પણ 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ઇમર્જન્સીમાં દર્દીને સધિયારો પૂરો પાડવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ તકે પૂરું પાડ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?