દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે
મંગલ જ મંગલ...
આવતીકાલે એટલે કે 21મી જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાનો તહેવાર ઉજવાશે, જેને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે
એવું કહેવાય છે કે આ જ દિવસે મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો
જ્યોતિષીઓના મતે આવતીકાલની ગુરુપૂર્ણિમા ખૂબ જ ખાસ રહેશે
21મી જુલાઈના જ દાયકાઓ બાદ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ અને મંગળની યુતિ થઈ રહી છે
વૃષભ રાશિમાં થઈ રહેલી આ યુતિને કારણે અમુક રાશિના જાતકોને ખૂબ જ લાભ થવા જઈ રહ્યો છે
ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ આ જ રાશિમાં મંગળ અને ગુરુની થઈ રહેલી યુતિ શુભ સાબિત થશે. નવી નોકરીની ઓફર મળશે. ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે
સિંહઃ ગુરુ અને મંગળની યુતિ સિંહ રાશિના જાતકો માટે પણ લાભદાયી રહેશે. પ્રમોશન મળશે, માન-સન્માનમાં વૃદ્ધિ થશે, અટકી પડેલા કામ પૂરા થશે
કુંભઃ આ રાશિના જાતકોને આ યુતિ શુકન કરાવશે. કોઈ નવો પ્રોજેક્ટ મળશે, આર્થિક લાભ થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે