આમચી મુંબઈનેશનલ

Taj Mahal બાદ સૌથી વધુ ક્લિક કરાય છે આ Railway Stationનો Photo, જોઈ લો તમારા શહેરનું તો નથી ને?

દુનિયાની સાત અજાયબીઓમાં આગ્રાના તાજ મહેલ (Taj Mahal, Agra)ની ગણતરી કરવામાં આવે છે અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે શાહજહાંએ પોતાની પત્નીના પ્રેમને કારણે બંધાવેલી ભારતની આ ઐતિહાસિક ધરોહર દેશ જ નહીં પણ દુનિયાની મોસ્ટ ક્લિક્ડ પ્લેસ બની ગઈ છે, અને આવું અમે નહીં પણ એક વેબસાઈટ દ્વારા કરવામાં આવેલા દાવામાં જણાવવામાં આવ્યું છે. આવો જોઈએ શું છે આખો મામલો અને તાજ મહેલ સિવાય બીજી કઈ કઈ ઈમારત કે જગ્યાનો સમાવેશ થાય છે એ-
એક ઈંગ્લિશ વેબસાઈટ પર કરવામાં આવેલા દાવા અનુસાર વર્ષ 2024માં સૌથી વધુ ફોટો ક્લિક કરવામાં આવ્યા હોય એવા 12 સ્થળમાં ભારતના તાજ મહેલનો સમાવેશ થાય છે.

| Also Read: સરકારી યોજનાના અમલમાં ગેરરીતિઓ ન થાય એનું ધ્યાન રાખો: એકનાથ શિંદે

આ યાદીમાં તાજમહેલ 12મા નંબરે આવે છે. પરંતુ જો વાત કરીએ તો ભારતની તો ભારતમાં આ યાદીમાં તાજ મહેલ ટોપ પર છે અને ત્યાર બાદ આવે છે ભારતના એક રેલવે સ્ટેશનનો. તાજ મહેલ બાદ લોકો સૌથી વધુ આ રેલવે સ્ટેશનના ફોટો ક્લિક કરે છે એવો દાવો કરવામાં આવે છે. ચાલો જોઈએ કયું છે આ રેલવે સ્ટેશન.. અમે જે રેલવે સ્ટેશનની વાત કરીએ રહ્યા છીએ એ છે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT Railway Station). તાજ મહેલ બાદ સૌથી વધુ ફોટો સીએસએમટી રેલવે સ્ટેશનના ક્લિક કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો 2016માં સર જે જે કોલેજ ઓફ આર્ટ્સના પ્રિન્સિપલે કહ્યું હતું કે મુંબઈનું સીએસએમટી રેલવે સ્ટેશન તાજ મહેલ બાદ સૌથી વધુ ક્લિક કરાયેલું સ્થળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2004માં યુનેસ્કો દ્વારા આ રેલવે સ્ટેશનને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી. આ સ્ટેશન 20મી જૂન, 1887માં તૈયાર કરવામાં આવ્યું હતું અને આ સ્ટેશન પરથી દરરોજના આશરે 30 લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button