ભાવનગર

Amazone sale: ભાવનગરમાંથી બનાવટી કૉસ્મેટિક ઓનલાઈન વેચતી ગેંગ પકડાઈ

ભાવનગરઃ હાલમાં એમેઝોન શૉપિંગ એપ પર સેલ ચાલી રહ્યું છે અને લોકો ભરમાર શૉપિંગ કરતા હોય છે ત્યારે ગુજરાતના ભાવનગર શહેરમાંથી નકલી સાબુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ભાવનગર  ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે અને શંકાસ્પદ કોસ્મેટીકના ૪ નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજારની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત  કરાયો છે.

આ પણ વાંચો: નાગપુરમાં રૂ. 25 લાખની બનાવટી નોટો જપ્ત: ચારની ધરપકડ

આ અંગે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના અધિકારી  કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કોસ્મેટિક્સ બનાવવાના લાયસન્સ વિના લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી અને આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રના નામે સાબુ વેચવામાં આવતા હતા. આ પ્રકારના કોઈ ડિગ્રી સર્ટિફિકેટ તેમની પાસે ન હતા.

ગાંધીનગરની ટીમ અને ભાવનગરની ટીમ દ્વારા ભાવનગરના મદદનીશ કમિશ્નર એ. એ. રાદડીયાના માર્ગદર્શન હેઠળ નિલોફરબેન સાદીકભાઇ ખદરાણી એ તેઓના રહેણાંકના મકાનના બીજા માળે પ્લોટ નં. ૮૧, મેઘદુત સોસાયટી, ભાવનગર ખાતે વગર પરવાને GJ/05/0034175 લાયસન્‍સ નંબર તેઓની રીતે છાપી જે ખરેખર આ તંત્ર દ્વારા અપાયેલ નથી તેનો ઉપયોગ કરી વિવિધ સાબુનું ઉત્પાદન કરતા ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો: Porbandar પાણી પાણીઃ સાંબેલાધાર વરસાદે જનજીવન ખોરવ્યું, આજે સાંસદ લેશે મુલાકાત

આ ઉત્પાદન માટે વપરાતી સામગ્રી સહિત અધિકારીઓએ આશરે ૩.૫૦ લાખના વિવિધ
બ્રાન્‍ડના આશરે ૧૮૦૦ સાબુનું વેચાણ કર્યાનું પકડી પાડ્યું છે અને તેઓએ આ સાબુની બનાવટ તેઓની પોતાની વેબસાઇટ તેમજ ઓનલાઇન એમેઝોન પર વેચાણ કરતાં પકડી પાડી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?