લગ્નના અઢી જ મહિનામાં એક્ટ્રેસે આપી Good News? કહ્યું કે હવે તો ઓફિશિયલી..
હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઊંધુ ચત્તુ, આડું અવળું વિચારો એ પહેલાં તમને જણાવી જઈએ કે ભાઈ અહીંયા ગૂડ ન્યુઝ એટલે તમે વિચારો છો એવા ગુડ ન્યુઝની વાત નથી. આ તો ગોવિંદાની ભાણેજ અને એક્ટ્રેસ આરતી સિંહ (Actress Arti Singh)ની વાત થઈ રહી છે લગ્નના અઢી મહિના બાદ આખરે હવે એક્ટ્રેસે પોતાના મેરેજ રજિસ્ટર કરી કરાવ્યા છે અને આ ગુડ ન્યુઝ તેણે ફેન્સ સાથે શેર કર્યા છે, એની વાત ચાલી રહી છે.
આરતી સિંહે આ જ વર્ષે 25મી એપ્રિલના પોતાના સપનાના રાજકુમાર દિપક ચૌહાણ સાથે લગ્ન કરી લીધા હતા. એ સમયે આ ગોવિંદા સાથે આરતીના પરિવારના ચાલી રહેલાં વિખવાદને કારણે આ લગ્નની ખાસ્સી ચર્ચા પણ ચાલી હતી. 25મી જુલાઈના આરતી અને દિપકના લગ્નને ત્રણ મહિના પૂરા થઈ જશે અને એ પહેલાં જ કપલે મેરેજ રજિસ્ટર (Arti Singh- Dipak Chauhan Marraige Registration) કરાવ્યા છે.
| Also Read: Bad news ના good views: વિકીની સૌથી મોટી બૉક્સ ઓફિસ ઑપનર, આટલાનો કર્યો બિઝનેસ
આરતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની જાણ કરતો ફોટો શેર કરીને ફેન્સને ગુડ ન્યુઝ આપ્યા છે. આ ફોટોમાં આરતી અને દિપકના અંગૂઠા પર ઈન્ક લાગેલી જોવા મળી રહી છે. આ ફોટોની સાથે આરતીએ હાર્ટનું ઈમોજી અને 18-07-2024 મેરેજ રજિસ્ટ્રેશન એવું લખીને તે હવે ઓફિશિયલી મિસિઝ ચૌહાણ બની ગઈ છે એવું જણાવ્યું હતું.
ફેન્સ પણ આરતીની આ પોસ્ટ જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા અને તેમણે કપલને શુભેચ્છાઓ પાઠવી હતી. કેટલાક યુઝર્સે તો આ કપલને મેડ ફોર ઈચ અધર પણ ગણાવ્યા હતા. અગાઉ કહ્યું એમ સોશિયલ મીડિયા પર આ લગ્નની ચર્ચા જોરશોરથી થઈ હતી. આરતીના ભાઈ કૃષ્ણા અને ગોવિંદાના પરિવાર વચ્ચે કોઈ મુદ્દે અણબનાવ હતો જેને કારણે ગોવિંદા મામાની ફરજ પૂરી કરવાં આરતીના લગ્નમાં આવશે કે નહીં એવો સવાલ કરાઈ રહ્યો હતો, પરંતુ ગોવિંદાએ પણ મન મોટું રાખીને જૂની કડવાશ ભૂલીને આરતી અને દિપકને આશિર્વાદ આપવા લગ્નમાં પહોંચ્યા હતા.